મોરબીના નવાગામમાં ખરબાની જમીનના ઝઘડામાં યુવાન સહિતના બે શખ્સોને માર માર્યો
મોરબીના ઘુંટુ રોડે પોલીસના વાહનને ટક્કર મારીને નાશી જઈને બોલેરો રેઢી મૂકીને ભાગી ગયેલા ત્રણ શખ્સોની ધરપકડ
SHARE
મોરબીના ઘુંટુ રોડે પોલીસના વાહનને ટક્કર મારીને નાશી જઈને બોલેરો રેઢી મૂકીને ભાગી ગયેલા ત્રણ શખ્સોની ધરપકડ
મોરબીના ઘુંટુ રોડ ઉપર થોડા દિવસો પહેલા રાત્રીનાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બી ડિવિઝન પોલીસ દ્વારા મોડીરાત્રીના નીકળેલ બોલેરોને રોકવા માટે ઈશારો કરવામાં આવ્યો હતો ત્યારે બોલેરો ચાલકે તેની ગાડીને રોકવાના બદલે પોલીસની ગાડીને ટક્કર મારીને પોતાનું વાહન મારી મૂક્યું હતું જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો માટે ઢુવા નજીક આ શખ્સો તેની બોલેરો ગાડી છોડીને મઢી ગયા હતા જેની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ સ્ટાફના પ્રદિપસિંહ ઝાલાએ થોડા દિવસો પહેલા બોલેરો કાર નંબર જીજે ૪ વાય ૧૯૬ ના ચાલક સહિત તેમા સવાર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખાવ્યું હતું કે, તેઓ મોડીરાત્રીના સ્ટાફના અન્ય લોકો સાથે ઘુંટુ રોડ એંજલ સિરામિક નજીક પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ત્યાથી બોલેતો ગાડી નીકળી હતી જેને રોકવા માટે ઈશારો કર્યો હતો પરંતુ વાહન ચાલકે બોલેરોને અટકાવી ન હતી અને સરકારી વાહન સાથે બોલેરો અથડાવીને સરકારી વાહનમાં નુકસાન કર્યું હતું અને બાદમાં તે પોતાની ગાડી લઈને નાશી ગયા હતા જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો ત્યારે આરોપીઓ તેની બોલેરો ઢુવા પાસે મૂકીને ફરાર થઇ ગયા હતા જેથી બોલેરોના ચાલક સહિત તેમાં બેઠેલા આઠેક શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે હાલમાં આરોપી કરણસીંગ નિર્ભયસીંગ અંધરેણા (બાવરી) ઉ.૧૯, ધર્મેન્દ્રભાઇ સવજીભાઇ વાધેલા ઉ.૧૯ તથા સતીયાળસીંગ શેમકસીંગ અંધેરલા (બાવરી) ઉ.૨૯ રહે, ત્રણેય બોટાદ સીટી જન સોનાવાણા હોસ્પીટલ વાળાની ધરપકડ કરેલ છે જો કે, ગાડીમાથી કોઈ શંકાસ્પદ વસ્તુ ન હતી તો પણ વાહન ચાલકે પોતાની ગાડી શા માટે ઊભી રાખી ન હતી અને પોલીસના વાહનમાં નુકશાની કરીને ત્યાંથી નાશી ગયા હતા તે પ્રશ્ન છે