મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા યુવ ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાંથી ટ્રેક્ટરની ટ્રોલી, રોટાવેટર, બાઈક અને થ્રેસરની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ


SHARE





























વાંકાનેર તાલુકામાંથી ટ્રેક્ટરની ટ્રોલી, રોટાવેટર, બાઈક અને થ્રેસરની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ

વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી છેલ્લા દિવસોમાં ટ્રેક્ટરની ટ્રોલી, રોટાવેટર, બાઈક વગેરેની ચોરીની ઘટનાઓ બની હતી જેથી કરીને આરોપીને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી હતી તેવામાં મહીકા ગામ નજીક આવેલ ખેતરમાંથી થ્રેસરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને 1.25 લાખ રૂપિયાના થ્રેશરની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી હતી અને હાલમાં ચોરીના જુદાજુદા ચાર ગુનામાં વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ રિકવર કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા અને ખેતી કામ કરતા ગુલામઝયનુલઆબેદીન નુરમામદ બાદી (40)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની સોંડાભાઇ શીવાભાઇ સેફાત્રા જાતે ભરવાડ રહે. ખેતરડી તાલુકો હળવદ, સાજણભાઇ રણમલભાઇ ઉર્ફે જુગાભાઇ ભરવાડ રહે. કોઠી તાલુકો વાંકાનેર અને રાહુલભાઇ ઉર્ફે ભુરાભાઇ બચુભાઇ સેફાત્રા જાતે ભરવાડ રહે. ખેતરડી તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. 24/3/2024 ના રાત્રીના દસેક વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના 8:00 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન વાંકાનેર તાલુકાના મહીકા ગામના રસ્તા ઉપર આવતી ફરિયાદીની વાડીએ થ્રેસર રાખવામાં આવ્યું હતું જે 1.25 લાખ રૂપિયાની કિંમતના થ્રેસરની ચોરી કરવામાં આવ્યું હતું જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી.

તેવામાં વાંકાનેર તાલુક પોલીસ સ્ટેશનના પીએસઆઈ એલ.એ. ભરગા અને સ્ટાફના ચમનભાઈ ચાવડા અને વિજભાઈ ડાંગરને મળેલ બાતમી આધારે હાલમાં ચોરાઉ થ્રેસર સાથે આરોપી સોંડાભાઇ શીવાભાઇ સેફાત્રા જાતે ભરવાડ (29) રહે. ખેતરડી તાલુકો હળવદ, સાજણભાઇ રણમલભાઇ ઉર્ફે જુગાભાઇ ચાવડા જાતે ભરવાડ (28) રહે. કોઠી તાલુકો વાંકાનેર અને રાહુલભાઇ ઉર્ફે ભુરાભાઇ બચુભાઇ સેફાત્રા જાતે ભરવાડ (22) રહે. ખેતરડી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે. અને  થોડા દિવસો પહેલા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રોટાવેટર, ટ્રેક્ટરની ટ્રોલી અને બાઈક ચોરીની જુદી જુદી ત્રણ ફરિયાદો નોંધાઈ હતી જે 2.85 લાખના મુદ્દામાલને આ ત્રિપુટી પાસેથી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે આમ ચાર જગ્યાએ કરવામાં આવેલ ચોરીનો ભેદ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ઉકેલવામાં આવ્યો છે. આ કામગીરી વાંકાનેરના તાલુકા પીએસઆઈ એલ.એ. ભરગા અને તેની ટીમ દ્વારા કરવામાં આવેલ છે
















Latest News