વાંકાનેર તાલુકામાંથી ટ્રેક્ટરની ટ્રોલી, રોટાવેટર, બાઈક અને થ્રેસરની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ
હળવદમાં ગણેશોત્સવની આરતીમાં ગયેલ મહિલાના ઘરમાંથી 2.66 લાખના દાગીનાની ચોરી: આરોપી હાથવેંતમાં
SHARE
હળવદમાં ગણેશોત્સવની આરતીમાં ગયેલ મહિલાના ઘરમાંથી 2.66 લાખના દાગીનાની ચોરી: આરોપી હાથવેંતમાં
હળવદની સોનીવાડમાં રહેતા આધેડના રહેણાંક મકાનને નિશાન બનાવીને ચોરી કરવામાં આવેલ છે અને તસ્કરે ઘરમાંથી સોનાના દાગીના જેની કિંમત 2.66 લાખ થાય છે તેની ચોરી કરેલ છે જેથી કરીને ભોગ બનેલા આધેડ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને કરવા માટે તજવીજ શરૂ કરી છે અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદની સોનીવાડમાં રહેતા રાજેન્દ્રકુમાર કૃષ્ણપ્રસાદ દવે (52)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છેકે, તા.7/9/24 ના રોજ ફરિયાદીના પત્ની તેના ઘર પાસે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં રાત્રિના 8:00 થી 8:30 વાગ્યાના અરસામાં ગયા હતા ત્યારે ઘરને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને ચોરી કરવાના ઇરાદે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરની અંદર રાખવામાં આવેલ માલસામાને વેરવિખેર કરી નાખ્યો હતો અને સેટીમાં રાખેલ થેલાઓમાં સોનાના દાગીના હતા તે સોનાના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેમાં ૧૪ ગ્રામની સોનાની બે વીટી, 23 ગ્રામનું સોનાનું મંગળસૂત્ર ચાર જોડી સોનાની બુટી જેનો અંદાજિત વજન 15 ગ્રામ અને એક ગ્રામનું સોનાનું પેન્ડલ આમ કુલ મળીને અંદાજે 53 ગ્રામ સોનાના વજનના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ આધેડ દ્વારા 2.66 લાખના મુદામાલની ચોરી કરવામાં આવી છે તેવી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ પી.એલ.સેડા ચલાવી રહ્યા છે વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોરીના આ બનાવમાં જાણભેદુ વ્યક્તિની સંડોવણી હોવાની શક્યતા છે. અને આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.