મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને પટેલ બિલ્ડર યુવાને કર્યો આપઘાત: સ્યૂસાઇટ નોટ મળી


SHARE

















મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આઈકોન એપાર્ટમેંટમાં રહેતો યુવાન ઘરેથી કોઈને કશું જ કહ્યા વગર નીકળી ગયો હતો અને બાદમાં તેના મિત્ર સર્કલમાં શોધખોળ કરતાં તેના મિત્રને તે એક કવર વીમા વાળાને આપવાનું છે તેવું કહીને આપી ગયો હતો જે કવરને ખોલવામાં આવતા તેમાથી તેની સ્યૂસાઇટ નોટ મળી આવી હતી જેથી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી તેવામાં મોરબીના મચ્છુ-૩ ડેમ પાસેથી તેનું સ્કૂટર અને ચપ્પલ મળી આવ્યા હતા જેથી ડેમમાં તપાસ કરવામાં આવી ત્યારે ત્યાં ડેમના પાણીમાથી તેની લાશ મળી આવી હતી જેથી ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડવામાં છે અને પોલીસે આપઘાતના આ બનાવની આગળની કાર્યવાહી કરેલ છે  

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ મથકે શૈલેષભાઈ અવચરભાઈ જાકાસણીયા પટેલ (૪૫) રહે.પટેલનગર આલાપ રોડ વાળાએ જાણ કરી હતી કે તેમના કૌટુંબિક ભાઇ આશિષ થોભણભાઇ જાકાસણીયા (ઉંમર ૩૬) રહે, આઈકોન એપાર્ટમેન્ટ, એસપી રોડ રવાપર વાળા તારીખ ૨૨ ના ઘરેથી હમણાં બહાર જાવ છું અને થોડી વારમાં આવું છું તેમ કહીને નીકળ્યો હતો અને બાદ મોડે સુધી ઘરે પરત ન ફરતા તેમના પત્નીએ આ વાતની જાણ શૈલેષભાઇને ફોનથી કરી હતી બાદમાં શૈલેષભાઈ જાકાસણીયા અને શૈલેષભાઈના મિત્ર અલ્પેશભાઇએ આશિષભાઈની શોધખોળ હાથ ધરી હતી અને આશિષભાઈના મિત્ર સર્કલમાં તેઓએ તપાસ કરતાં આશિષભાઈના મિત્ર નટુભાઇ બોડા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આશિષ સાંજે પાંચેક વાગ્યે તેમને મળ્યો હતો અને તેમને કવર આપ્યું હતું અને તે કવર વીમા વાળા ભાઇ ને આપવાનું છે તેમ કહ્યું હતું જે કવરને ખોલતા અંદર સુસાઇડ નોટ મળી આવી હતી અને પોતે આપઘાત કરવા જતાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો જેથી શૈલેષભાઈ અવચરભાઈ જાકાસણીયા વહેલી સવારે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી બાદમાં શોધખોળ કરતાં આશિષ થોભણભાઇ જાકાસણીયાનું સ્કૂટર નંબર જીજે ૩૬ એન ૧૪૮૭ મોરબીના કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી પાસે પાર્ક કરેલી હાલતમાં મળી આવ્યું હતું અને બાજુમાંથી જ આશિષના ચંપલ પણ મળી આવ્યા હતા જેથી ડેમમાં તપાસ કરવામાં આવતા ડેમના પાણીમાથી મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમે આશિષ થોભણભાઇ જાકાસણીયાની ડેડ બોડીને બહાર કાઢી હતી બાદમાં તેની બોડીને પીએમ માટે સિવિલે લઈ જવામાં આવી હતી અને મોરબી તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે તેમણે જણાવ્યુ છે કે, મૃતકે લખેલી સ્યૂસાઇડ નોટને કબ્જે કરી છે અને તેમાં લખ્યું છે કે, તેને છેલ્લા બે વર્ષથી ગોઠણની બીમારી હતી જેની સારવાર કરવામાં આવી હોવા છતાં સારું થતું ન હતું જેથી કરીને દુખાવાથી કંટાળીને આપઘાત કરલે છે 




Latest News