મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના નવા જાંબુડિયા-બંધુનગર ગામે દારૂની બે રેડ: 233 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા


SHARE









મોરબીના નવા જાંબુડિયા-બંધુનગર ગામે દારૂની બે રેડ: 233 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા

મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામ પાસે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેણાંક મકાનમાં તેમજ બંધુનગર ગામની સીમમાં દારૂની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની 233 બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને બે આરોપીની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના નવાજાંબુડીયા ગામે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા ગૌતમભાઈ પરમારના મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની 228 બોટલો મળી આવતા પોલીસે 78 હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવેલ છે અને આરોપી ગૌતમભાઈ શિવાભાઈ પરમાર (29) રહે. નવા જાંબુડીયા ધર્મ સિદ્ધિ સોસાયટી મોરબી વાળો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં હવે આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. બી.એમ. બગડા દ્વારા હાથ ધરવામાં આવી છે

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામની સીમમાં સરતાનપર ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 4,250 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી આનંદભાઈ તેજમલભાઈ રાહોલીયા જાતે પ્રજાપતિ (44) રહે અંબિકા સોસાયટી ત્રાજપર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News