મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે બાલ કટિંગ કરાવીને કેનાલમાં ન્હાવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE









મોરબીના ઊંચી માંડલ પાસે બાલ કટિંગ કરાવીને કેનાલમાં ન્હાવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબી નજીકના ઊંચી માંડલ ગામ પાસે આવેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવાન બાલ કટીંગ કરાવીને નર્મદાની કેનાલમાં ન્હાવા માટે પડ્યો હતો ત્યારે કેનાલના પાણીમાં ડૂબી જવાથી તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર ઊંચી માંડલ ગામ પાસે આવેલ નેહાની સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતો અને મજૂરીકામ કરતો અમિત વિભીષણ નાયક નામનો યુવાન લેબર ક્વાર્ટરમાંથી તેના પત્ની મધુસ્મિતાદેવીને બજારમાં બાલ કટીંગ કરવા માટે જાઉં છું તેવું કહીને નીકળ્યો હતો અને બાલ કટીંગ કરાવ્યા બાદ તે નર્મદાની કેનાલમાં ન્હાવા માટે થઈને ગયો હતો દરમિયાન અકસ્માતે તે કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મુકેશભાઈ ભગવાનજીભાઈ દેત્રોજા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્મત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ જે.પી. વશિયાણી ચલાવી રહ્યા છે




Latest News