વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં જેતપર ગામે ઓક્સિજન વનમાં ધારાસભ્યની હાજરીમાં ૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું


SHARE









મોરબીમાં જેતપર ગામે ઓક્સિજન વનમાં ધારાસભ્યની હાજરીમાં ૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

મોરબીમાં જેતપર ખાતે એક પેડ મા કે નામ અભિયાન અન્વયે ગામના છેવાડે આવેલા ઓક્સિજન વનમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આજના સમયમાં વૃક્ષોની તાતી જરૂરિયાત, પર્યાવરણની સમતુલા જાળવવા તેમજ પ્રદૂષણના દુષણને નાથવાના હેતુથી એક પેડ મા કે નામ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તે અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષારોપણ થાય તેવા હેતુ સાથે મોરબીમાં જેતપર ગામે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહાનુભાવોના હસ્તે તેમજ ગ્રામજનો દ્વારા ગામના છેવાડા આવેલા ઓક્સિજન વન ખાતે ૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત વન વિભાગ દ્વારા સ્થળ પર ૧ હજારથી વધુ વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મદદનીશ વન સંરક્ષક શૈલેષ કોટડીયા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ તેમજ તાલુકા પંચાયતના સભ્યઓ સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.




Latest News