વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

કચ્છમાં નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે સાંસદ વિનોદભાઇ ચાવડાની હાજરીમાં પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળો યોજાયો


SHARE









કચ્છમાં નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે સાંસદ વિનોદભાઇ ચાવડાની હાજરીમાં પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળો યોજાયો

જનનાયક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૪માં જન્મદિવસ નિમિતે કચ્છના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ભવન મધ્યે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારની વિવિધ સેવાકીય યોજનાઓના લાભ છેવાડાના નાનામાં નાના માનવી સુંધી પહોચાડવામાં આવેલ છે અને દિવ્યાંગોને સાધન સહાય સાંસદ તરફથી વિતરણ કરવામાં આવેલ છે.

આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે દેશના સમર્થ જનનાયક, કરોડો વિકાસ વંચિતોને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવનાર, ભારત ને મજબુત, સમૃધ્ધ અને સ્વાભિમાની રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરનાર આ સદીના યુગ પુરુષ આત્મનિર્ભર ભારત રાષ્ટ્ર સર્જક આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના સ્વાસ્થય અને દીર્ઘાયુની પ્રાર્થના સાથે આજે વિકાસ વંચિતો, દિવ્યાંગોને સરકારી યોજના અને અમારી સંસ્થા સમાજ નવનિર્માણ-ભુજ દ્વારા વિવિધ સહાયોનું વિતરણ કરવા માટે પ્રધાનમંત્રી લાભાર્થી કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ કચ્છ ભરમાં મોદીજીના જન્મ દિવસ નિમિતે વિવિધ સેવાકીય કાર્યો આયોજિત કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના ગામોમાં આયુષ સંજીવની રથ દ્વારા ની:શુલ્ક તપાસ, આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડની પ્રક્રિયા કરી આપવામાં આવશે તેમજ ૧ વર્ષ સુંધી આયુષ સંજીવની રથ કાર્યરત રહેશે તેમ સાંસદએ જણાવેલ છે. રીઝનલ સાયન્સ સેન્ટર સ્મૃતિવન મધ્યે ૪૦૦ થી વધુ સંખ્યામાં વિવિધ રમતોમાં ભાગ લેનાર બાળકોને તથા વિજેતા બાળકો ને પ્રમાણપત્રો તથા મેડલ થી સન્માન કરવામાં આવેલ મોદી સાહેબના જન્મદિન નિમિતે કેક કાપી જન્મદિન ની ઉજવણી કરવામાં આવેલ હતી

આ પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપા અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, ભુજ નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ભુજ શહેર ભાજપ પ્રમુખ બાલકૃષ્ણ મોતા, જીલ્લા ભાજપા મહામંત્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, તથા સર્વ પ્રફુલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, જયંતભાઇ ઠક્કર, રવિભાઇ ગરવા, રિતેનભાઇ ગોર, સંદીપ શાહ, મોહનભાઇ ચાવડા, પ્રકાશ મહેશ્વરી, હિતેષ ગોસ્વામી, મનુભા જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રધાન મંત્રી લાભાર્થી કલ્યાણ મેલા કાર્યક્રમની સફળતા માટે લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્રભાઇ જણસારીએ વ્યવસ્થા અને સંચાલન સંભાળ્યું હતું.




Latest News