મોરબી જીલ્લામાં રામપર વીડી, બાબા સાહેબ આંબેડકર સ્કૂલ અને નેક્સિયન સિરામીકમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો મોરબી જિલ્લાના સાપકડા, જેતપર અને રાસંગપર ગામે ખાનગી કંપનીના વીજપોલ સામે વળતરને લઈને ખેડૂતો અને પોલીસે આમને સામને મોરબી: આચાર્ય ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય મોરબીના આમરણ પાસે બે ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ: ૩૦ જૂન સુધી હથિયારબંધી વિશ્વ પર્યાવરણ દિવસ: મોરબી જિલ્લામાં ૬૦૦ જેટલા રોપાઓનું વાવેતર અને ૧૫૦૦ રોપાનું નિઃશુલ્ક વિતરણ મોરબી RTO કચેરી દ્વારા વિવિધ વાહનોની જૂની સિરીઝના ફેન્સી નંબરો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે મોરબી કલેક્ટર કોર્ટમાં વહીવટી પારદર્શિતા માટે ઓપન કોર્ટ અભિગમ અને iRCMS પોર્ટલ થકી કેસની પ્રક્રિયા બની અત્યંત ઝડપી-પ્રજાભિમુખ
Breaking news
Morbi Today

મોરબી: જિલ્લામાં પથિક સોફટવેરમાં હોટલ માલિકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ


SHARE











મોરબી જિલ્લામાં પથિક સોફટવેરમાં હોટલ માલિકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું જાહેરનામું પ્રસિદ્ધ

મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરીયાઈ માર્ગથી કોલસા તથા મીઠાની મોટા પાયે આયાત તથા નિકાસ થાય છે. અને સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા ટુરિસ્ટો આવતા જતા રહે છે. તેમજ લઘુ ઉદ્યોગોમાં પણ મોરબી શહેર મોખરે છે. જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અગત્યના ઇનપુટો બાબતે મહત્વની માહિતી મળી રહે તે માટે ‘પથિક’ સોફ્ટવેરની અમલવારી માટે મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર મોરબી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ -૩૩(૧) હેઠળ મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ હોટલો તેમજ ગેસ્ટ હાઉસ ખાતે પ્રાંતરાજ્યદેશવિદેશથી આવતા તમામ મુસાફોરોની વિગત પથિક સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકોએ નોંધી અપલોડ કરવાની રહેશે. આ સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે મોરબી પોલીસ અઘિક્ષક કચેરીશોભેશ્વર રોડજિલ્લા સેવા  સદનની બાજુમાં એ-વિંગ ત્રીજો માળરૂમ નં.૨૦૬ એસ.ઓ.જી. શાખા ખાતેથી હોટલ સંચાલક તેમજ માલિકે હોટલની વિગતો રજૂ કરી યુઝર આઈડી પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે. આ જાહેરનામું તા.૨૨-૧૧-૨૦૨૪ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ -૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ -૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.






Latest News