મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર હળવદ નજીકથી 34 પાડાને બચાવ્યા બાદ હવે આઇસર ચાલક સામે ગુનો નોંધાયો: 2.68 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ઇન્દિરાનગર પાસે વરલી જુગારની રેડ: 6 શખ્સોની 32 હજારની રોકડ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના કર્મચારીઓને બનાવ્યા ભાજપે સદસ્ય, કર્મચારી સામે પગલાં લ્યો: મહેશભાઈ રાજ્યગુરુ


SHARE











મોરબી પાલિકાના કર્મચારીઓને બનાવ્યા ભાજપે સદસ્ય, કર્મચારી સામે પગલાં લ્યો: મહેશભાઈ રાજ્યગુરુ

મોરબી સહિત ભારતમાં ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી શહેરમાં ભાજપમાં કોઈ સદસ્ય બનતા નથી ! અને આપેલ ટાર્ગેટ પૂરો કરવા માટે શાળા કોલેજના વિધાર્થીઓની સાથે સાથે હવે સરકારી કર્મચારીઓને જોડવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી પાલિકાના કર્મચારીઓને પરાણે સદસ્ય બનાવવા ભાજપના આગેવાન જોર લગાવી રહ્યા હોવાનો આક્ષેપ જિલ્લા કોંગ્રેસનાં માજી મહામંત્રી દ્વારા કરવામાં આવેલ છે.

જિલ્લા કોંગ્રેસનાં માજી મહામંત્રી મહેશભાઇ રાજ્યગુરુ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવેલ છે કે, પાલિકાના કર્મચારીઓ સરકારી કર્મચારી છે તે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાય ન શકે તેમ છતાં  કેટલાક કર્મચારીને ભાજપના  સદસ્ય બનાવેલ છે આ  કર્મચારીઓને પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારે નોટિસ આપીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ. જે પાલિકાના કર્મચારીઓ ભાજપના સદસ્ય બનેલ છે તેઓની સામે  સરકારના નોકરીના નિયમોના ભંગ કરેલ છે  તો આવા કર્મચારી સામે તપાસ કરીને કડક કાર્યવાહી કરવા પ્રજા હિતમાં માંગણી કરેલ છે.






Latest News