મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના દ્વારા આગમી શુક્રવારે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ


SHARE













મોરબીના જલારામ મંદિરે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના દ્વારા આગમી શુક્રવારે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ

મોરબી જલારામ મંદિરે આગામી તા ૪ ના રોજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી કોલ એસો. પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા તથા સતવારા સમાજ અગ્રણી વાલજીભાઈ ડાભીની પ્રેરક ઉપસ્થિતીમાં વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે અને અત્યાર સુધીના ૩૬ કેમ્પમા કુલ ૧૦,૮૭૨ લોકોએ લાભ લીધો તેમજ  ,૮૭૬ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા છે

સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪ શુક્રવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી કોલ એસો.ના પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા, સતવારા સમાજ અગ્રણી વાલજીભાઈ ડાયાભાઈ ડાભીની પ્રેરક ઉપસ્થિતી માં કેમ્પ યોજાશે.

જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. અને ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. આ કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. અને કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી ૯૮૨૫૦ ૮૨૪૬૮, નિર્મિતભાઈ કક્કડ ૯૯૯૮૮ ૮૦૫૮૮, હરીશભાઈ રાજા ૯૮૭૯૨ ૧૮૪૧૫, અનિલભાઈ સોમૈયા ૮૫૧૧૦ ૬૦૦૬૬ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.

 






Latest News