મોરબી વિધાનસભા વિસ્તારની સદસ્યતા અભિયાન-૨૦૨૪ ની ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઇ
વાંકાનેરના સરધારકા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા આધેડનું મોત
SHARE
વાંકાનેરના સરધારકા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા આધેડનું મોત
વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં આવેલ વાડીએ આધેડને ઇલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરધારકા ગામે રહેતા ઈસ્માઈલભાઈ આમદભાઈ શેરસિયા (50) નામના આધેડ પોતે પોતાની વાડીએ હતા ત્યારે કોઈપણ સમયે કોઈ પણ કારણોસર તેને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા સારવારમાં
માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા દમયંતીબેન મગનભાઈ જસાવડા (54) નામના મહિલા ગત તા. 22/9 ના રોજ સવારે 7:00 વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં ચૂલામાં પડી જતા દાજી ગયા હતા જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વૃદ્ધ સારવારમાં
મોરબીના દલવાડી સર્કલ પાસે કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં રહેતા ભીખુભાઈ સીદીભાઇ બારોટ (67) નામના વૃદ્ધ પંચાસર ચોકડી પાસેથી ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન અજાણ્યા ટ્રક ચાલાકે તેમને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતાં ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ અંગેની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે