તે અમારું સમાધાન થવા દીધેલ નથી તેવું કહીને વાંકાનેરના પાડધરા ગામે યુવાન ઉપર હુમલો: પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીમાં ગણેશ વિસર્જન વખતે ચાર યુવકો ડૂબ્યા, 2 નો બચાવ: 1 નો મૃતદેહ મળ્યો, 1 ની શોધખોળ ચાલુ મોરબી નજીકથી દારૂનો જથ્થો ભરેલ ગાડી સાથે પાંચ ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ કબજે હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના ગારીયા ગામે રહેતા યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE









વાંકાનેરના ગારીયા ગામે રહેતા યુવાને ન કરવાનું કરી નાખ્યું

વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતો યુવાન કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી ગયો હતો જેથી તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર પગલું ભર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા ભુરાભાઈ રવજીભાઈ રોજાસરા જાતે કોળી (43) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આપઘાતના બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ કે.બી. જાડેજા દ્વારા કરવામાં આવી હતી અને યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

યુવાન સારવારમાં

મોરબીના બેલા ગામ નજીક રહેતા નીલાંબર નાથ (39) નામનો યુવાન સાયકલ લઈને બેલા ચોકડી નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની સાયકલને કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો. જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પસાર થતી કેનાલમાં કોઈ અજાણી 40 વર્ષની મહિલા પડી ગઈ હતી જેથી કરીને તેને પાણીમાંથી બહાર કાઢીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News