મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ત્રણ લાખની ડુંગળીની ચોરી કરનાર ત્રિપુટીની ધરપકડ: 6.12 લાખનો મુદામાલ કબજે


SHARE





























મોરબી જીલ્લામાં ત્રણ લાખની ડુંગળીની ચોરી કરનાર ત્રિપુટીની ધરપકડ: 6.12 લાખનો મુદામાલ કબજે

મોરબી જીલ્લાના વાંકાનેર નજીક આવેલ પંચાસર ગામની સીમમાં આવેલ કુકડા કેન્દ્રમાંથી ડુંગળીની ચોરી કરવામાં આવેલ છે વાત સાંભળીને ચોંકી જવાની જરૂર નથી કેમ કે, યુવાને શિયાળુ પાકની 400 મણ ડુંગળીની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી જેથી યુવાન દ્વારા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ લાખ રૂપિયાની કિંમતની ડુંગળીની ચોરીની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે.

વાંકાનેર નજીકના પંચાસર ગામે સહકારી મંડળીની બાજુમાં રહેતા ઇમરાનભાઈ રસુલભાઈ ભોરણીયા જાતે મોમીન (35) નામના યુવાને અજાણ્યા શખ્સ ની સામે વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતુ  કેગત તારીખ 4/10/24 ના સાંજના ચારેક વાગ્યાથી લઈને તા 5/10/24 ના બપોરના પોણા ત્રણેક વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્ય શખ્સ દ્વારા પંચાસર ગામની સીમમાં આવેલ રફિકભાઈ શેરસીયાના ભાડે રાખેલા કુકડા કેન્દ્રમાં તેઓની શિયાળુ પાકની 400 મણ ડુંગળી જેની કિંમત ત્રણ લાખ રૂપિયા થાય છે તે ડુંગળીની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી

ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.વી. ઘેલાની ટીમ દ્વારા શબ્બીરહુશેન અબ્દુલભાઇ સેરસીયા (૩૩), જાબીરભાઇ સાજીભાઇ બાદી (૩૦) અને નજરૂદ્દીનભાઇ અલીભાઇ બાદી (૪૫) નામના ત્રણ આરોપીને પકવામાં આવેલ છે અને તેની પાસેથી રોકડા 3,11,370 તેમજ ચોરીમાં વપરાયેલ આઇસર નંબર જીજે 36 ટી 5816 જેની કિંમત 3 લાખ અને બે મણ ડુંગળી આમ કુલ મળીને 6,12,970 નો મુદામલ કબજે કરેલ છે અને આરોપીના રીમાન્ડ લેવા તજવીજ શરૂ કરેલ છે

વધુમાં ડીવાયએસપી સમીર સારડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શબ્બીરહુસૈન નામનો શખ્સ પંચાસરનો રહેવાસી હોય તેણે સ્થળની રેકી કરી હતી અને ત્યારબાદ જાબીર અને નજરૂદ્દીનને વાહન લઇને બોલાવ્યા હતા અને ગણતરીની કલાકોમાં જ મરઘા ઉછેર કેન્દ્રમાં રાખવામાં આવેલા ડુંગળીના 200 જેટલા કટ્ટા આઇસર વાહનમાં ભરવામાં આવ્યા હતા ત્યારબાદ રાતોરાત તેનો રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે વેચાણ કરીને નિકાલ કરી દેવામાં આવ્યો હતો. જોકે વેચાણ કરીને મેળવેલ રૂપિયા તેમજ બિલ વિગેરે ગુનાના કામે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે અને આ આરોપીઓએ અન્ય કોઈ સ્થળ ઉપર ચોરી કે અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે તે દિશામાં તપાસ ચાલી રહી છે સાથોસાથ આરોપીઓના રિમાન્ડ લેવા માટે થઈને પણ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે

વર્તમાન સમયમાં શાકભાજી ની સાથોસાથ ડુંગળીના ભાવ પણ દિવસે દિવસે આસમાને જઈ રહ્યો છે ત્યારે સોના ચાંદીના દાગીનાની જેમ હવે ડુંગળીની પણ ચોરી થવા લાગી છે જોકે મોરબી જીલ્લાના વાંકાનેર પાસે આવેલ પંચાસર ગામના ખેડૂતની ૪૦૦ મણ જેટલી ડુંગળીની ચોરી કરવાના ગુનામાં હાલમાં પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે પરંતુ હવે ડુંગળીને પણ બેંકના લોકરમાં રાખવી પડે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી
















Latest News