ગોરખધંધા: મોરબીમાં પ્રેસ આઈ કાર્ડ જમા લઈને નિવેદનો નોંધીને પોલીસ થકી !, મૂળ સુધી પહોચવા કવાયત: પકડાયેલ ત્રિપુટી જેલ હવાલે
SHARE
ગોરખધંધા: મોરબીમાં પ્રેસ આઈ કાર્ડ જમા લઈને નિવેદનો નોંધીને પોલીસ થકી !, મૂળ સુધી પહોચવા કવાયત: પકડાયેલ ત્રિપુટી જેલ હવાલે
મોરબીમાં પેટ્રોલપંપના ખોટા સમાચાર બનાવીને ખોટી અરજી કરી હતી અને ત્યાર બાદ સમાધાન માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી તેના આધારે પોલીસે ત્રણ વ્યક્તિની ધરપકડ કરીને તેના બે દિવસના રિમાન્ડ લીધા હતા અને રિમાન્ડ પૂરા થતાં તે તમામને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા રિમાન્ડ દરમ્યાન કરવામાં આવેલ પૂછપરછમાં આ શખ્સોએ મોરબી વિસ્તારમાં 600 જેટલા પ્રેસ આઈ કાર્ડ આપેલ છે તેવું પોલીસને જણાવ્યુ છે જેથી કરીને પોલીસે હાલમાં વાહનોને કબ્જે લીધેલ છે અને જેટલા પ્રેસ આઈ કાર્ડ મોરબીમાં ઇશ્યૂ કરવામાં આવેલ છે તેનો ડેટા કબજે લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં ત્રાજપર પાસે પેટ્રોલ પંપ ધારવતા કૃષીતભાઇ મંગળજીભાઇ સુવાગીયાએ મોરબી બી ડિવિઝન ખાતે જયદેવ બુધ્ધભટ્ટી, મયુર બુધ્ધભટ્ટી અને રાધેશ બુધ્ધભટ્ટી સામે બી.એન.એસ. કલમ- 308 (2), 352, 54 મુજબ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં આ શખ્સોને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે ત્યારે આ કેસની તપાસ કરી રહેલા પીએસઆઈ આર.પી. જાડેજા સાથે વાત કરતાં તેઓએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ફરિયાદી પાસેથી વિડીયો ડિલીટ કરવા માટે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને પ્રેસ આઈ કાર્ડ રિન્યૂ કરવા બાબતે “તમારા કાર્ડ રીન્યુના આપી દો એટલે વાત પતે” તેવું કહ્યું હતું જેથી ફરિયાદ આધારે તપાસ કરવામાં આવી રહી હતી અને તેમાં જયદેવ બુધ્ધભટ્ટી, મયુર બુધ્ધભટ્ટી અને રાધેશ બુધ્ધભટ્ટીને પકડવામાં આવેલ હતા અને તેની જે પૂછપરછ કરવામાં આવી હતી.
તેમાં પકડાયેલા ત્રણેયે જ કહ્યું છે કે, મોરબી પંથકમાં તેઓએ જુદાજુદા મધ્યમના 600 જેટલા પ્રેસ કાર્ડ આપેલ છે. જેથી કરીને જે 600 લોકોને પ્રેસ આઈ કાર્ડ આપેલા છે તેનો ડેટા તેની પાસે મેળવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. સાથોસાથ તેનું પ્રિન્ટિંગ કયા કરાવ્યુ હતું ? તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને હાલમાં પોલીસે બે એક્ટિવા અને એક બાઇકને કબજે લીધેલ છે તેમજ આ ત્રણેય વ્યક્તિએ જે લોકોને પ્રેસ આઈ કાર્ડ આપેલ છે તેમાંથી અંદાજે 70 જેટલા લોકો પોલીસ પાસે છેલ્લા દિવસોમાં આવ્યા હતા અને તેના પ્રેસ આઈ કાર્ડ જમા કરાવી ગયેલ છે અને હજુ પણ ઘણા લોકો તેના પ્રેસ આઈ કાર્ડ જે તેમણે રૂપિપા આપીને લીધા છે અથવા તો આ ત્રણેય વ્યક્તિએ લાલચ કે પ્રલોભન જેવા કે ટોકટેક્સ ભરવો નહીં પડે, સર્કિટ હાઉસમાં રોકશો તો ચાર્જ આપવો નહીં પડે વિગેરે વિગેરે કહીને કાર્ડ આપેલ છે તે પોલીસને પાછા આપી ગયેલ છે અને તેના પોલીસે નિવેદન પણ લીધેલ છે. અને આ કેસની તપાસ કરી રહેલા અધિકારીએ હજુ પણ મોરબીના લોકોને અપીલ કરેલ છે કે જે લોકોની પાસેથી વેચાણથી લીધેલા પ્રેસ આઈ કાર્ડ કે પછી લાલચ કે પ્રલોભનમાં આવીને લીધેલા પ્રેસ આઈ કાર્ડ હોય તો તેઓએ સામેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવીને જમા કરવી જવા નહીં તો આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે.