હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ સંકલ્પને લીધે ગુજરાત સમગ્ર દેશમાં મોડેલ સ્ટેટ બન્યું: સાંસદ કેસરીદેવસિંહ


SHARE













વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ સંકલ્પને લીધે ગુજરાત સમગ્ર દેશમાં મોડેલ સ્ટેટ બન્યું: સાંસદ કેસરીદેવસિંહ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ પૂર્ણ થતાં હોય વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. ત્યારે મોરબીમાં સ્કાય મોલ ખાતે જિલ્લાનાં રૂ.૩૬.૨૧ કરોડનાં ૧૩ વિકાસ કાર્યોનું ખાતમુહર્ત અને લોકાર્પણ સમારોહ રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો

કાર્યક્રમના અધ્યક્ષ અને રાજયસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧ માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સક્ષમ નેતૃત્વમાં ગુજરાતની જનતાએ જ્ઞાતિમુક્ત, પરિવારવાદમુક્ત અને ભ્રષ્ટાચારમુક્ત સુશાસન  જોયું હતું. તેમણે માત્રને માત્ર વિકાસની રાજનીતિ અમલમાં મૂકી હતી. આ માટે ગુજરાતની જનતા હંમેશા તેમની આભારી રહેશે. સૌની યોજના, જ્યોતિર્ગ્રામ યોજના, વાયબ્રન્ટ ગુજરાત, ખુશ્બુ ગુજરાત કી, શાળા પ્રવેશોત્સવ, રણોત્સવ વગેરે વિકાસકલ્પને લીધે ગુજરાત આજે સમગ્ર દેશમાં મોડેલ સ્ટેટ બની ચૂક્યું છે. મોદીએ શરૂ કરેલ વિકાસ યાત્રા આજે વણથંભી રીતે આગળ વધી રહી છે.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના સતત પ્રયાસ અને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સતત પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે. અત્યારે રાજ્યમાં ૧૮૦ થી વધુ લોકકલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનો લાભ જરૂરિયાતમંદ પ્રજા લઇ રહી છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, આપણા દેશને એક મહાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે, જે દેશનું સદભાગ્ય છે. આજે સમગ્ર દેશ તેમના ૨૩ વર્ષના સુશાસશની ઉજવણી કરી રહ્યું છે. મોરબી જિલ્લાને મોડેલ ડીસ્ટ્રિક્ટ  બનાવવા માટે વર્ગ ૪ થી લઈને વર્ગ ૧ ના કર્મચારીઓનો સતત સહયોગ મળે તે જરૂરી છે. પ્રજાને બીજી વાર આપણી કચેરીએ ધક્કો ખાવો ના પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.

આ તકે નિવાસી અધિક કલેકટર એસ.જી. ખાચરે કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી અને મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે વાધગઠ ગામને રાજ્યકક્ષાનો સ્વચ્છ ભારતનો એવોર્ડ મળ્યો હતો. જેની શોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વેએ ભારત વિકાસ શપથ ગ્રહણ કર્યા હતા. આ સમારોહમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા, અગ્રણી રણછોડભાઈ દલવાડી સહિત જિલ્લાના વિવિધ પદાધિકારીગણ, જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી એસ.જે.પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવી, પ્રાંત અધિકારીઓ, જિલ્લાભરના વિવિધ વિભાગના વર્ગ ૧ અને ૨ નાં અધિકારીઓ, કર્મચારીગણ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા સુશાસન દિવસની ઉજવણી

 મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા સરકારના વખતો-વખત લોકકલ્યાણલક્ષી અને લોકોપયોગી સાહિત્ય વિતરણ કરવામાં આવતું હોય છે. આજ રોજ તારીખ ૧૪ ઓકટોબરના રોજ મોરબીના સ્કાય મોલ ખાતે આયોજિત જિલ્લાકક્ષાના સુશાસન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ૨૩ વર્ષ સફળ, સબળ અને સમર્થ નેતૃત્વના પુસ્તિકાની ઉપસ્થિત સર્વેને વહેંચણી કરવામાં આવી હતી.






Latest News