મોરબીના આલાપ પાર્કમાં સદસ્યતા કરાવતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા
મોરબીમાં ધારાસભ્યો, કલેક્ટર સહિતનાઓની હાજરીમાં વિકાસ પદયાત્રા યોજાઇ
SHARE
મોરબીમાં ધારાસભ્યો, કલેક્ટર સહિતનાઓની હાજરીમાં વિકાસ પદયાત્રા યોજાઇ
ગુજરાત સરકાર દ્વારા 7 થી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકાભીમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં આજે સવારે વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં આવેલ મણિમંદિરથી લઈને જિલ્લા કલેકટર કચેરી સુધી આ પદયાત્રા યોજાઇ હતી. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશીયા, જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી, એસપી રાહુલ ત્રિપાઠી, અધિક કલેક્ટર એસ.જે. ખાચર, પ્રાંત અધિકારી સુનિલભાઈ પરમાર, ડીવાયએસપી પી.એ. ઝાલા, ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ તેમજ કાર્યકરો અને શાળાના વિદ્યાર્થીઓએ આ વિકાસ પદયાત્રામાં જોડાયા હતા અને વિકાસ પદયાત્રા જ્યારે મોરબીના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ રહી હતી ત્યારે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારાથી માર્ગો ગુંજી ઉઠ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબીના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી