હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો મોરબીના વિદ્યુત સ્મશાનમાં સફાઈ કામ કરતી મહિલાનું વીજ શોક લાગતા મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રમિકો-ભાડૂઆતોની માહિતી પોલીસને ન આપતા બે સ્પાના સંચાલક સહિત આઠ સામે ફરિયાદ


SHARE













મોરબીમાં શ્રમિકો-ભાડૂઆતોની માહિતી પોલીસને ન આપતા બે સ્પાના સંચાલક સહિત આઠ સામે ફરિયાદ

મોરબી જીલ્લામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવા અને પોલીસને તેની માહિતી આપવા માટે જાહેરનામા બાહર પાડવામાં આવે છે તો પણ માહિતી લેવામાં કે પછી આપવામાં આવતી નથી જેથી હવે બેદરકારોની સામે ધડોધડ ગુના નોંધવામાં આવે છે તેવામાં સ્પાના બે સંચાલક સહિત કુલ આઠ સામે ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના વજેપર શેરી નં-14 માં ઓરડી બહારના રાજ્યના શ્રમિકોને ભાડે આપવામાં આવી હતી તે ભાડુઆત અંગેની જાણ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં ન આવી હતી જેથી કરીને હાલમાં પોલીસે બાબુભાઈ કુંવરજીભાઈ અબાસણીયા (49) રહે. વજેપર શેરી નં-14 વાળા સામે એ ડિવિઝનમાં જાહેરનામા ભંગનો ગુનો નોધી કાર્યવાહી કરી છે મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ ઓરસન ઝોનમાં ફ્લેટ નંબર એ- 604 ભાડે આપવામાં આવ્યો હતો અને ત્યાં રહેતા ભાડુઆતની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી ન હતી જેથી જાહેરનામાના ભાંગનો ફ્લેટના માલિક ગૌતમભાઈ કરમશીભાઈ ઝાલરીયા (30) રહે. મહેન્દ્રનગર ચોકડી મોરબી વાળાની સામે ગુનો નોંધેલ છે.

વાંકાનેર નજીક વઘાસિયા ગામની સીમમાં આવેલ વાડીએ પરપ્રાંતિય મજૂરોને કામે રાખ્યા હતા અને તેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી વાડીના માલિક આરીફભાઈ અલીભાઈ માથાકિયા (47) રહે. વઘાસીયા વાળાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે આવી જ રીતે વાંકાનેરની નર્સરી ચોકડી પાસે આવેલ ઑશિયન બ્લુ સ્પામા બહારથી આવેલ કર્મચારીઓની વિગત મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં આપવામાં આવી ન હતી જેથી સ્પાના સંચાલક ગોવિંદભાઈ કરસનભાઈ ડાભી (28) રહે. જુના ઢુવા વાળાની સામે ગુનો નોંધવામાં આવેલ છે. વાંકાનેરના ભોજપરાના બોર્ડ પાસે આવેલ સુપ્રીમ રીફેક્ટરીઝમાં મજૂરોને કામે રાખવામાં આવ્યા હતા અને તેની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી હાલમાં કોન્ટ્રાક્ટર સંજયભાઈ રઘુભાઈ નંદેસરીયા (29) રહે જાલી વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે

જ્યારે વાંકાનેર તાલુકાના ભાયાવતી જાંબુડીયા ગામની સીમમાં રાણીપર ગામના બોર્ડ પાસે સ્પર્શ સ્પામાં કામ કરતાં કર્મચારીઓની વિગત મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી. જેથી સ્પાના સંચાલક રવિન્દ્રભાઈ નવીનભાઈ સોલંકી (40) રહે. દરબારગઢ રોડ સોની શેરી વાંકાનેર વાળાની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. હળવદના કોઇબા રોડ ઉપર આવેલ વેરહાઉસમાં મજૂરો કામે રાખવામાં આવ્યા હતા જેની મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું ન હતું જેથી હાલમાં હરીશભાઈ રમેશભાઈ ધામેચા (44) રહે. ચોત્રાફળી હળવદ વાળાની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે આવી જ રીતે કોઈબા રોડે વધુ એક વેર હાઉસની અંદર પણ પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખવામાં આવ્યા હતા જેની માહિતી મોરબી એસઓર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને જેથી કમલેશભાઈ સુમિતભાઈ શાહ (59) રહે, ચોત્રાફળી હળવદ વાળાની સામે ગુનો નોંધાયેલ છે.






Latest News