મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં કરુણા હેલ્પલાઈનના 7 વર્ષ :13,821 પશુઓને નવજીવન મળ્યું


SHARE





























મોરબીમાં કરુણા હેલ્પલાઈનના 7 વર્ષ :13,821 પશુઓને નવજીવન મળ્યું

મોરબી જિલ્લામાં 1962- કરુણા હેલ્પલાઈન એમ્બ્યુલન્સે તેમની સેવાના 7 વર્ષ પૂર્ણ કર્યા છે. અત્યાર સુધીમાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા મોરબી જિલ્લામાં 13821 પશુઓને નવજીવન આપવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં બિનવારસુ, દિવ્યાંગ, નબળા પશુઓની મદદ માટે 1962 કરુણા હેલ્પલાઈન નિ:શુલ્ક કાર્યરત છે. છેલ્લા 2 વર્ષમાં 4820 શ્વાન, 1350 ગાય, 526 બિલાડી, 185 કબૂતર, ચકલી, પોપટ, બકરા, કાગડા, સસલાં, ઊંટ વગેરે મળીને કુલ 8546 પશુ- પંખીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે.કરુણા એમ્બ્યુલન્સ ટીમ તાલીમબદ્ધ કર્મચારીઓ, દવા, સાધનો અને લેબોરેટરીની સુવિધા સાથે સંપન્ન છે. આ ટીમમાં 1 વેટરનરી ઓફિસર અને 1 પાયલોટ હાજર રહે છે. જ્યાં પણ બિનવારસુ મુંગા જીવોને જરૂર હોય કે ઘાયલ હોય ત્યાં આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાથી તાત્કાલિક મદદ મળી શકે છે. તેમજ જો જરૂર જણાય તો સ્થળ પર જ પશુની તાત્કાલિક સર્જરી કરવામાં આવે છે. આ નિ:શુલ્ક સેવાનો તમામ મોરબીવાસીઓને લાભ મેળવવા માટે પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર જૈમિન પાટિલ, મોરબી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
















Latest News