વાંકાનેરની જામસર ચોકડી પાસે આવેલ પેપર મિલમાં આગ: 4000 ટન વેસ્ટ પેપર બળીને ખાખ ખેલે ભી ખીલે ભી: મોરબીના ધારાસભ્યો-અધિકારીઓની હાજરીમાં સાયકલ રેલી યોજાઈ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાના શિક્ષક વિરમભાઈ દેસાઈની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ


SHARE

















ટંકારા તાલુકાના શિક્ષક વિરમભાઈ દેસાઈની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ

ટંકારા તાલુકાના શિક્ષકોના પ્રશ્નો માટે સતત કાર્યશીલ અને શિક્ષકો માટે હંમેશા દોડતા રહેતા એવા હાલમાં ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી તરીકે કાર્યરત એવા વિરમભાઈ દેસાઈની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવતા સમગ્ર મોરબી જિલ્લાના શિક્ષકો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

શિક્ષકોને સમયસર પગાર તેમજ અન્ય લાભો મળી રહે તે માટે રાત દિવસ જોયા વિના વિરમભાઈ સતત કાર્યશીલ છે ત્યારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા  રાજ્ય સંઘની કારોબારી માટે રાજ્ય પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવેલ હતા. રાજ્ય સંઘની ચૂંટણીમાં દિગ્વિજયસિંહ જાડેજાનો પ્રમુખ તરીકે અને જૈમીનભાઈ પટેલનો મહામંત્રી તરીકે વિજય થતા નવી કારોબારીના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ટંકારાના વિરમભાઈ દેસાઈની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ તરીકે વરણી થતા ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, તમામ કારોબારી સભ્યો તેમજ ટંકારા તાલુકાના તમામ શિક્ષકોએ રાજીપો વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.




Latest News