મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં મોરબીની પી.જી.પટેલ કોલેજનો દબદબો


SHARE











સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધામાં મોરબીની પી.જી.પટેલ કોલેજનો દબદબો

મોરબીની અગ્રણી એવી પી.જી.પટેલ કોલેજ પાયાનું શિક્ષણ આપવાની સાથે રમત-ગમત અને ખેલકૂદ ક્ષેત્રે પણ વિધાર્થીઓમાં રહેલ હીર પારખીને તેને એક ઓળખ આપવાનું કાર્ય કરે છે ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજનો એક પ્રતિભાશાળી વિધાર્થી રૂપાલા વાસુ રમેશભાઈએ તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનીવર્સીટી આયોજિત આંતર કોલેજ સ્પર્ધા ૨૦૨૪-૨૫ માં 10 મીટર ઓપન એર પિસ્તોલ (પુરુષ) કેટેગરીમાં તૃતિય સ્થાન મેળવીને પોતાનું તથા પી.જી.પટેલ કોલેજનું નામ યુનીવર્સીટી કક્ષાએ ઉજાળ્યું છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છેકે રૂપાલા વાસુ રમેશભાઈ એ એક સમાજસેવી અગ્રણી અને પ્રતિષ્ઠિત પાટીદાર કુટુંબ માંથી આવે છે તેમના પિતાશ્રી રમેશભાઈ રૂપાલા એક અગ્રણી ઉદ્યોગપતિ હોવાની સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા છે અને સેવાકીય પ્રવૃતિઓ માટે જાણીતી એવી પ્રતિષ્ઠિત સંસ્થા લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી ના ભૂતપૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા છે. આ ઉપરોક્ત વિધાર્થીની આ અદકેરી સિદ્ધિ બદલ કોલેજના પ્રમુખશ્રી દેવકરણભાઈ  આદ્રોજા, આચાર્યશ્રી ડો.રવીન્દ્ર ભટ્ટ તથા સમગ્ર કોલેજ સ્ટાફ પરિવારે ઉજ્જવળ ભવિષ્ય ની શુભકામનાઓ આપીને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.






Latest News