મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારાના નેકનામમાં ધારાસભ્યની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો


SHARE













ટંકારાના નેકનામમાં ધારાસભ્યની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની ઉપસ્થિતિમાં નેકનામ ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમ અન્વયે ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નેકનામ કન્યા પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટર હેઠળના ગામમાંથી આવેલા લોકોને વિવિધ ૧૪ જેટલી વ્યકિતલક્ષી સરકારી સેવાઓનો સ્થળ પર લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ડીવર્મીંગ, રસીકરણ, રાશન કાર્ડ ઈ કેવાયસી, મેડીસીન સારવાર, આધારકાર્ડમાં સુધારા, ૭-૧૨ અને ૮-અ ના પ્રમાણપત્ર, વિધવા સહાય, જાતિ પ્રમાણપત્ર સહિત વિવિધ વ્યક્તિલક્ષી સેવાઓ માટે ૨૫૫૭ જેટલી અરજીઓ અરજદારો દ્વારા કરવામાં આવી હતી. આ તમામ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ અધિકારીઓ તથા નેકનામ ગામ અને સેવાસેતુ અન્વયે ક્લસ્ટર હેઠળના ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News