મોરબી જીલ્લામાં આવેલ કમ્ફર્ટ હોટલમાં પડેલ જુગારની રેડનો મામલો: તપાસ માટે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમના ધામા હું કોઈનું કશું ચલાવી લેવાનો નથી, મોરબીની આયુષ હોસ્પિટલમાં 21 મહિનામાં PMJAY ના 11,393 કલેમ કરાયા હોય કલેકટરે કર્યો તપાસનો આદેશ હળવદ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય- કલેક્ટર હાજર રહ્યા વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો ટંકારામાં ધારાસભ્યની હાજરીમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબી તાલુકાને અતિવૃષ્ટિ નુકશાની વળતર પેટે 76 કરોડ ખેડુતોના ખાતામાં ચૂકવાયા મોરબીના જોધપર ગામે ડો.હસ્તીબેન મહેતાનો ૧૪૮ મો એકદિવસીય કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: વરડુસર ગામની પ્રાથમિક શાળાની દીવાલો ઉપર  ‘બાલા પ્રોજેક્ટ’ અંતર્ગત ભારતના સ્મારકો, સ્ટેચ્યુ ઑફ યુનિટી, પ્રાણીઓ, ઘડિયા, વાર્તાના ભીંત ચિત્રો કરાયા


SHARE











મોરબી: વરડુસર ગામની પ્રાથમિક શાળાની દીવાલો ઉપર  ‘બાલા પ્રોજેક્ટ’ અંતર્ગત ભારતના સ્મારકો, સ્ટેચ્યુ ઑફ યુનિટી, પ્રાણીઓ, ઘડિયા, વાર્તાના ભીંત ચિત્રો કરાયા

મોરબીના જામસર સેન્ટર અંતર્ગત સમાવિષ્ટ શ્રી વરડુસર પ્રાથમિક શાળામાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આજકાલના આધુનિક સમયને ધ્યાનમાં રાખતા બાળકો વાંચેલું ભૂલી જાય અને બોલેલું યાદ ના રહે તેવું બને છે. સચિત્ર જોયેલું લાંબા સમય સુધી એમના માનસપટલ પર યાદ રહે છે, તેની સારી અસર પડે છે. જેના થકી બાળકો અનુભવજન્ય શિક્ષણ મેળવશે અને બાળકોની યાદશક્તિમાં વધારો પણ કરી શકાય છે. એવા ઉમદા આશયથી સારી ટેવો, ભારતના સ્મારકો, સ્ટેચ્યુ ઑફ યુનિટી, પ્રાણીઓ, ઘડિયા, વાર્તા સ્વરૂપે દીવાલોમાં જીવંત કરવામાં બનાવવામાં આવેલી છે. બાલા પ્રોજેક્ટનું વાંકાનેરના બી.આર.સી. કો- ઓર્ડીનેટર મયૂરરાજસિંહ પરમાર દ્વારા ઉદ્ઘાટન કરીને તેને બાળકો માટે ખુલ્લો મુકી એક ઉમદા કાર્ય કરાયુ છે.આ પ્રવૃત્તિને સમગ્ર ગ્રામજનોએ અને વાલીશ્રીએ વખાણેલી છે અને આ સચિત્ર દીવાલોથી શાળાનું વાતાવરણ
મોહક બન્યું છે. બાલા પ્રોજેક્ટને સફળ બનાવવા માટે અને જીવંત બનાવવા માટે શ્રી વરડુસર પ્રાથમિક શાળાના આચાર્ય પંકજભાઈ ધામેચા, એસ.એમ.સી.ના અધ્યક્ષ અશોકભાઈ પંચાસરા, સમગ્ર શાળા પરિવાર, વાંકાનેર તાલુકાના બી.આર.સી. કો- ઓર્ડીનેટર મયૂરરાજસિંહ પરમાર, જામસર સી.આર.સી. કો- ઓર્ડીનેટર નરેન્દ્રસિંહ ચૌહાણનો ખૂબ જ સહકાર મળ્યો છે. મોરબી જિલ્લામાં બાળકોના શિક્ષણ સ્તરને સુધારવા માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે






Latest News