વાંકાનેર, ટંકારા અને માળીયામાં દારૂની ત્રણ રેડ: 51 બોટલ દારૂ-40 બીયરના ટીન કબ્જે, બે આરોપી પકડાયા બેની શોધખોળ મોરબી નજીક રેઢી મળેલ ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 4.92 લાખનો મુદામાલ કબજે, આરોપીની શોધખોળ મોરબીમાં ત્રાજપર ચોકડી પુલ નિચે મૃત્યુ પામેલા અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં જરૂરિયાત મંદ દીકરીની નર્સિંગની ફી ભરી આપતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી: ગોડાઉન ભાડે રાખનાર સહિત બે સામે ફરિયાદ વાંકાનેરમાંથી ટાટા ડીઈએફ કંપનીના ડુપ્લિકેટ ઓઇલના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ મોરબી નજીક રિક્ષાનો ઓવરટેક કરીને કોઈ વાંક વગર યુવાનને બીજા રિક્ષા ચાલકે મારમાર્યો વાંકાનેરમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં ચાર શખ્સો સામે નોંધાયો ગુનો
Breaking news
Morbi Today

મોરબીના હળવદ રોડ ઉપર કાર પલ્ટી જતા એકનું મોત, બે સારવારમાં


SHARE











મોરબીના હળવદ રોડ ઉપર કાર પલ્ટી જતા એકનું મોત, બે સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં થોડા દિવસ પહેલા વહેલી સવારે કાર પલ્ટી મારી જવાના બનેલ બનાવમાં એક યુવાનનું મોત થયું હતું અને બે લોકોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા તેમ તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગત તા.૧૧-૧૦ ના વહેલી સવારે ચારેક વાગ્યે આ અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં મોરબીના હળવદ રોડ ઉપર ઉંચી માંડલ ગામ નજીક આવેલ નેક્ષીઓન સિરામિક પાસે કાર પલ્ટી મારી જવાના બનાવમાં ઈજા પામેલ આકાશભાઈ દાજીભાઈ કેરવાડીયા (૨૨)અને ભૌતિક શાંતિલાલ વાળા નામના બે યુવાનોને ઈજા થતા બંનેને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને બનાવ સમયે ઘટના સ્થળે જ ધર્મેશભાઈ ધીરૂભાઈ ચૌહાણ (ઉમર ૨૧) રહે.રામકો વિલેજ ઘુંટુ તાલુકો જીલ્લો મોરબીનું ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું હતું.બનાવને પગલે ડેડબોડી હોસ્પિટલ ખસેડાયું હતુ અને ત્યાંથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

દવા છાંટતા અસર

મોરબી જિલ્લાના માળીયા મીયાણા તાલુકાના દેરાળા ગામે રહી ખેતર મજૂરીનું કામ કરતા શંકરભાઈ નાનજીભાઈ વાઘેલા નામનો ૧૮ વર્ષનો યુવાન દવાનો છંટકાવ કરી રહ્યો હતો ત્યારે ઝેરી અસર થતા સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા પરિવારની સ્વાતિ ઇન્દ્રજીતભાઈ ગોપ નામની દોઢ વર્ષની બાળકી લેબરકોટર નજીક રમતા રમતા પડી ગઈ હતી અને બેભાન થઈ જતા તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રણછોરનગર વિસ્તારમાં રહેતા સાગર સુજલભાઈ વાઢેરા નામના ૨૯ વર્ષના યુવાનને રવાપર નદી પાસે આવેલ સર્વોદય હોટલ નજીક મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર ગામે રહેતા દિતાભાઈ મંગુભાઈ મેડા (૪૫) નામના યુવાનને રવાપર ચોકડી નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે ખસેડાયો હતો.

યુવાન સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે લાલપર ગામ પાસે આવેલ બાપાસીતારામ મઢુલી પાસે રોડ ક્રોસ કરતા સમયે લક્ષ્મણસિંહ મોતીસિંહ જાડોન (ઉમર ૪૨) નામના મજૂરને બાઇક ચાલકે હડફેટે લેતા સારવારમાં ખસેડાયો હતો.તેમજ મોરબીના માળિયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતો નિલેશ દિનેશભાઈ અદગામા નામનો ૨૧ વર્ષનો યુવાન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ કેશવ પેકેજીંગ નામના યુનિટમાં કામ કરતો હતો ત્યારે મશીનમાં હાથ આવી જતા ઈજા પામતા સારવાર માટે ખસેડાયો હતો.








Latest News