મોરબીના આંદરણા નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં એક યુવાનનું મોત: ત્રણને ઇજા
SHARE
મોરબીના આંદરણા નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં એક યુવાનનું મોત: ત્રણને ઇજા
મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાંથી ચાર સવારી મોટરસાયકલ પસાર થઈ રહ્યું હતું ત્યારે સીએનજી રીક્ષા તેની સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું અને અન્ય ત્રણ યુવાનોને ઇજા થયેલ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવમાં ઇજા પામેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે સીએનજી રીક્ષાના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા ભરતભાઈ કેશુભાઈ ડઢૈયા (30) નામના યુવાને હાલમાં સીએનજી રીક્ષા નંબર જીજે 36 યુ 3661 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદી તથા તેના ભાઈ સાગરભાઇ તેમજ પ્રવીણભાઈ અને અનિલભાઈ ચારેય વ્યક્તિઓ પ્રવીણભાઈના મોટરસાયકલ નંબર જીજે 36 એબી 3688 ઉપર રણછોડગઢ ગામથી નીચી માંડલ ગામ તરફ આવી રહ્યા હતા ત્યારે પ્રવીણભાઈ મોટરસાયકલ ચલાવતા હતા. દરમિયાન આંદરણા ગામની સીમમાં આવેલ લવારિયા તરીકે ઓળખાતી વાડી અને કેશવજીભાઈ મારવાણીયાની વાડી પાસે રોડ ઉપરથી તેઓનું બાઈક પસાર થતું હતું અને સીએનજી રીક્ષાના ચાલકે ફરિયાદીના બાઇકને સામેથી ઠોકર મારતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદી તેમજ સાગરભાઇ, અનિલભાઈ અને પ્રવીણભાઈ ચારેય રસ્તા ઉપર નીચે પડી ગયા હતા ત્યારે ફરિયાદી અને પ્રવીણભાઈ તથા અનિલભાઈને સામાન્ય ઇજાઓ થઈ હતી જોકે સાગરભાઇને માથાના ભાગે ગંભીર ઇહાં થતાં તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધ આવેલ ફરિયાદ આધારે પોલીસે સીએનજી રીક્ષાના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પીએસઆઇ એ.બી મિશ્રા ચલાવી રહ્યા છે