માળીયા (મી)ના બગસરા નજીક પવનચક્કીમાંથી 3.35 લાખના કોપર કેબલ વાયરની ચોરી કરનારા ચાર શખ્સની ધરપકડ
મોરબી અને હળવદ શહેરમાંથી એક-એક બાઈકની ચોરી
SHARE
મોરબી-હળવદ શહેરમાંથી એક-એક બાઈકની ચોરી
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માધવ માર્કેટ તથા હળવદના સરા રોડ ઉપર સરા ચોકડી પાસેથી જુદા જુદા બે બાઈકની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ મયુર પાર્ક સોસાયટીમાં રહેતા અરજણભાઈ પરસોતમભાઈ ડાભી (38)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માધવ માર્કેટના પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે 36 એન 3079 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 63 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
આવી જ રીતે હળવદ તાલુકાના મયુરનગર ગામના રહેવાસી અને હાલમાં હળવદના સરા રોડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટીમાં રહેતા બાબુભાઈ ધનજીભાઈ પરમાર (42)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદની સરા ચોકડી પાસે તેઓએ પોતાનું બાઈક નંબર જીજે 36 એડી 8813 પાર્ક કરીને મૂક્યું હતું જે 30 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે