મોરબીના આંદરણા નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં એક યુવાનનું મોત: ત્રણને ઇજા
મોરબી નજીક રિક્ષામાં બેઠેલા બે મુસાફરોને છરી બતાવીને 20 હજાર રૂપિયા પડાવી લેનારા રિક્ષા ચાલકની ધરપકડ
SHARE
મોરબી નજીક રિક્ષામાં બેઠેલા બે મુસાફરોને છરી બતાવીને 20 હજાર રૂપિયા પડાવી લેનારા રિક્ષા ચાલકની ધરપકડ
મોરબીના પીપળી ગામથી હાઇવેને જોડતા સીસી રોડ ઉપરથી રીક્ષામાં મુસાફરોને બેસાડીને જઇ રહેલા શખ્સે રિક્ષામાં બેઠેલા બે મુસાફરને પોતાની રીક્ષા ઉભી રાખીને છરી બતાવીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ બે વ્યક્તિ પાસેથી રિક્ષા ચાલકે કુલ મળીને 20,000 રૂપિયા બળજબરીથી પડાવી લીધેલ હતા અને તે બંને મુસાફરોને રિક્ષામાંથી નીચે ઉતારીને રીક્ષા ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને સીસીટીવી કેમેરા ચેક કરીને પોકેટ કોપ એપ્લીકેશનથી આરોપીને શોધી કાઢીને તેની ધરપકડ કરેલ છે. અને આગળની કાર્યવાહી કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓરિસ્સાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના શાપર ગામની સીમમાં આવેલ સ્પેન્ટાગોન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને ત્યાં મજૂરો કામ કરતા રામચંદ્રકુમાર જુધીષ્ઠીરભાઇ ભુયાન (21) નામના યુવાને અજાણ્યા રીક્ષા ચાલક સામે હાલમાં બળજબરીથી રૂપિયા પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તે તથા સાહેદ પોતાના વતનમાં જવા માટે થઈને રીક્ષામાં બેસીને મોરબીના હાઉસિંગ બોર્ડ તરફ જવા માટે નીકળ્યા હતા દરમિયાન પીપળી ગામની સીમમાંથી નેશનલ હાઇવે રોડને જોડતા આરસીસી રોડ ઉપરથી રીક્ષા ચાલકે પોતાની રીક્ષા ચલાવી હતી અને ત્યાં રસ્તામાં રીક્ષા ઉભી રાખીને પોતાની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદી તેમજ રિક્ષામાં બેઠેલા અન્ય એક વ્યક્તિને છરી બતાવીને ગાળો આપી હતી અને તેને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે બાદ રિક્ષામાં બેઠેલ ફરિયાદી પાસેથી 8,000 તથા સાહેદ પાસેથી 12,000 આમ કુલ મળીને 20,000 રૂપિયા રોકડા પડાવી લીધા હતા અને ગાળો આપીને ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ રિક્ષામાંથી ફરિયાદી તેમજ સાહેદને નીચે ઉતારીને રિક્ષા ચાલક પોતાના હવાલા વાળું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો અને ત્યાર બાદ ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે બીએનએસની કલમ 308 (4), 351 (3) 296 (બી) તથા જીપીએફની કલમ 135 મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાની તપાસ તાલુકા પીએસઆઈ બી.ડી. ભટ્ટ અને તેની ટિમ ચલાવી રહી હતી અને બનાવ સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાને ચેક કરીને રિક્ષાના નંબર મેળવ્યા હતા અને ત્યાર બાદ પોકેટ કોપ એપ્લીકેશનથી રિક્ષા ચાલકને શોધીને પોલીસે આરોપી ભરતભાઇ દીપકભાઈ વાઘેલા જાતે દેવીપૂજક (32) રહે. હાલ કુબેર ટોકીઝ પાછળ મોરબી મૂળ રહે. કંજેડા જિલ્લો પાલિતાણા વાળાની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરેલ છે.