મોરબી નજીક રોંગ સાઈડમાં પૂરપાટ ઘસી આવેલ ટ્રકે બોલેરોને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં 2 ના મોત: 8 ઘાયલ મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપે સામાન્ય વર્ગની બાળાઓને લ્હાણી આપી ભક્તિ સાથે સમાનતાનો સંદેશ આપ્યો મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી સગીરાએ કર્યો આપઘાત, લખધીરવાસ ચોક પાસે હાર્ટ અટેકથી યુવાન અને પીપળીયા ગામે બીમારી સબબ આધેડનું મોત વાંકાનેરના ખીજડીયા ગામે શેરીમાંથી નીકળવા બાબતની માથાકૂટ કરીને પિતા પુત્ર સહિત છ વ્યક્તિઓને ધોકા, પાઇપ અને ધારિયા વડે માર માર્યો વાંકાનેરના ગારીયા ગામે રહેતા સિક્યુરિટી ગાર્ડ સાથે ખોટા મેસેજ કરીને 48 હજારની છેતરપિંડી હળવદમાં વાડીના રસ્તા બાબતે ચાલતા મનદુખનો ખાર રાખીને યુવાન ઉપર હુમલો, વાડીએ ઉભા પાકને કર્યું નુકસાન: સાત મહિલા સહિત 19 જેટલા લોકો સામે ફરિયાદ મોરબી નજીક સિરામિક કારખાનામાં ડમ્પર ચાલાકે કચડી નાખતા આધેડ મહિલાનું મોત મોરબીના હરીપર કેરાળા ગામે ભાડાની માથાકૂટમાં હવે 2 શખ્સોની સામે વળતી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

હળવદમાંથી મોબાઇલની ચોરી કરનારા આરોપીની ધરપકડ: મોરબીના દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી પાસા હેઠળ જેલ હવાલે


SHARE







હળવદમાંથી મોબાઇલની ચોરી કરનારા આરોપીની ધરપકડ: મોરબીના દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી પાસા હેઠળ જેલ હવાલે

હળવદમાં આવેલ દાબેલીની દુકાન પાસે ઉભેલા યુવાનનો મોબાઇલ ફોન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપીને પકડીને તેની પાસેથી ચોરીમાં ગયેલા મોબાઈલ ફોનને કબ્જે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના શીરોઈ ગામે રહેતા પિયુષભાઈ દિનેશભાઈ વાઘેલા (23)એ અજાણ્યા શખ્સની સામે થોડા સમય પહેલા મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, હળવદમાં રાણા સાહેબના દવાખાના પાસે આવેલ માંડવી દાબેલી ગામની દુકાને તે હતો ત્યારે ત્યાંથી કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેના 20,000 રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરી કરી લેવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં આરોપી મેહુલ મહેશભાઇ તડવી (21) રહે. કઠામ ફળિયા, જિલ્લો છોટાઉદેપુર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ ફોનને કબ્જે કરવામાં આવેલ છે.

આરોપી પાસા હેઠળ જેલ હવાલે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં જે આરોપી સંદીવાયેલ હતો તેની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી અને જે પાસા દરખાસ્તને મંજૂર કરવામાં આવતા પોલીસે રાજકોટના માધાપર ગામના મનહરપુરમા રહેતા મૂળ વાંકાનેરના મોટા લુણસર ગામના રહેવાસી સંજય ઉર્ફે રાજુસિંગ રાણાભાઈ વરુ (34) નામના શખ્સને મોરબી જિલ્લા એલસીબીની ટીમે પકડીને ભાવનગર જિલ્લા જેલ હવાલે કરેલ છે.




Latest News