મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઈ-કેવાયસી-શિષ્યવૃત્તિની કામગીરીને ગંભીરતાથી ન લેનાર ૧૮ શાળાઓને નોટિસ


SHARE













મોરબી જીલ્લામાં ઈ-કેવાયસી-શિષ્યવૃત્તિની કામગીરીને ગંભીરતાથી ન લેનાર ૧૮ શાળાઓને નોટિસ

સમગ્ર મોરબી જિલ્લામાં ઈ - કેવાયસી અને શિષ્યવૃતિની  કામગીરી હાલમાં ચાલુ છે, એ બાબતે શાળાઓને પણ યોગ્ય કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. આ કામગીરી અન્વયે એક બેઠક યોજાઇ હતી. જે બેઠકમાં હાજર ન રહેનાર શાળાઓનાં આચાર્યોને નોટિસ આપવામાં આવી છે અને આગામી ૩૧ ઓક્ટોબર સુધીમાં શિષ્યવૃત્તિની કામગીરી પૂર્ણ કરવા પણ તાકિદ કરવામાં આવી છે. 

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની સૂચના અનુસંધાને ઈ-કેવાયસી અને શિષ્યવૃતિની બાબતે  બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મોરબીની રાજશ્રી વિદ્યાલય, નેસ્ટ કે-૧૨ એજ્યુકેશન, સત્ય સાંઈ વિદ્યામંદિર, મધુવન માધ્યમિક વિદ્યાલય, ઓમ શાંતિ સ્કૂલ, અજંતા વિદ્યાલય, શ્રી નલીની માધ્યમિક સ્કૂલ, શ્રી સદગુરુ સંસ્કૃત મહાવિદ્યાલય, શ્રી સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ, નચિકેતા વિદ્યાલય, ક્રિષ્ના માધ્યમિક સ્કૂલ, તપોવન વિદ્યાલય, શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય ગુરુકુળ, વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, શ્રી વિવેકાનંદ વિદ્યાલય - આમરણ, સેન્ટ મેરી પ્રાઈમરી સ્કૂલ, તક્ષશિલા વિદ્યાલય અને તપોવન વિદ્યા નિકેતન સહિતની ૧૮ શાળાઓના આચાર્ય ગેરહાજર રહેતા તેમને નોટિસ આપવામાં આવી છે અને ગેરહાજર રહેવાનું કારણ અને અન્ય માહિતી સાથે સોમવારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે હાજર રહેવા મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.






Latest News