મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

મોરબી: યુવતીને ભગાડી લાવેલ યુવાન સામે ફરિયાદ થતાં કલર પી ગયો !


SHARE













મોરબી: યુવતીને ભગાડી લાવેલ યુવાન સામે ફરિયાદ થતાં કલર પી ગયો !

મોરબી નજીક આવેલા કારખાનામાં રહેતો યુવાને યુવતીને ભગાડીને લઈ આવ્યો હતો ત્યારબાદ યુવતીએ તેના પિતાને જાણ કરતા યુવાન સામે ફરિયાદ નોંધાઈ હતી જે બાબતે લાગી આવતા યુવાને કલર પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકાના થોરાળા ગામ પાસે આવેલા કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રાહુલ દિનેશભાઈ (20) નામના યુવાને કલર પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવારમાં આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ રાહુલ યુવતીને ભગાડીને અહીં લઈને આવ્યો હતો અને ત્યાં રહેતો હતો દરમિયાન યુવતીએ તેના પિતાને બોલાવ્યા હતા ત્યારબાદ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે બાબતે તેને લાગી આવતા યુવાને કલર પી લીધો હતો જેથી કરીને તેને સારવારમાં લઈને આવ્યા છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મારફતે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે

બાઇક સ્લીપ
મોરબીના હજનારી ગામે રહેતા માધુભાઈ છગનભાઈ પરમાર (36) નામનો યુવાન બાઇક લઈને આમરણ ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો અને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકો પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના ગુંગણ ગામ પાસે કૃષ્ણનગરમાં રહેતા રાજેશભાઈ તભાભાઈ કોળી (56) નામના આધેડ બાઇક લઈને ઘરેથી વાડીએ જતા હતા ત્યારે તેના બાઈકની આજે રોજડુ ઉતરતા અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના નવા નાગડાવાસ ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કમુબેન રતિલાલ આદ્રોજા (40) નામની મહિલાને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.

અકસ્માતમાં ઇજા
મોરબીના ઘૂટું ગામ પાસે આવેલ લાલ કૃપા એન્ટરપ્રાઇઝ ખાતે રહેતા ગોપાલ રાજુભાઈ (12) નામના બાળકને ઉમા રેસિડેન્સી પાસે બાઈક સ્લીપ થતા જમણા પગમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે

મારા મારીમાં ઇજા
મોરબી તાલુકાના જેતપર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં અરવિંદ ચંદુભાઈ (30) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માળિયા હાઇવે ઉપર ફર્ન હોટલ નજીકથી બાઈક લઈને જઈ રહેલા અનિલભાઈ નાગજીભાઈ કાસુન્દ્રા (૫૦) રહે. શ્યામ પાર્ક પંચાસર રોડ ને ટ્રક ચાલકે હડફેટે લેતા સારવારમાં લઈ જવાયા હતા.સુરેન્દ્રનગરના સરા ગામે રહેતા હરિભાઈ ભલાભાઇ મકવાણા (૪૯) અને અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ મકવાણા (૩૨) નામના યુવાનો સરા ગામ પાસેથી જતા હતા ત્યારે સરા-દિઘડિયા રોડ ઉપર અચાનક બાયક આડે કૂતરું આવતા બાયક સ્લીપ થવાના બનાવમાં બંનેને ઇજા થતા સારવાર માટે અહીંની શિવમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.






Latest News