મોરબી જિલ્લા પંચાયતની 4 જુલાઈએ ખાસ સામાન્ય સભાની બેઠક મળશે મોરબી નજીક અકસ્માત સર્જી બાળકનું મોત નિપજાવનાર રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો માળીયા (મી)ના રાયસંગપર ગામે પરણીતા ઉપર તેના જ પતિએ કર્યો છરી વડે હુમલો હળવદના ઢવાણા નજીક જુગારની રેડ પકડાતાં નાશભાગ: 4 શખ્સ 1.12 લાખના મુદામાલ સાથે પકડાયા, 5 ની શોધખોળ માળીયા (મી) નજીકથી આઇસરમાં કતલખાને લઈ જવાતા 15 અબોલજીવને ગૌરક્ષકોએ બચાવ્યા: ગુનો નોંધાયો મોરબીમાં દારૂની 30 બોટલ ભરેલ કાર સાથે એક પકડાયો: ટંકારામાં બિયરના 4 ટીન સાથે બે શખ્સ પકડાયા મોરબી મનપાએ કટ કરાવેલ વ્રજ વાટિકા બિલ્ડિંગનું વિજ કનેક્શન હાઇકોર્ટના આદેશથી જોડી દેવાયું મોરબી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને એસપીના હસ્તે ઇનામ વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન માટે ફોર્મ ભરવાનું શરૂ કરાશે


SHARE















મોરબીમાં ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન માટે ફોર્મ ભરવાનું શરૂ કરાશે

મોરબીના બગથળા ગામે આગામી સમયમાં મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટેના ફોર્મ ભરવાનું કામ આગામી સપ્તાહથી શરૂ કરવામાં આવશે.

શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 27 મો સમૂહ લગ્નોત્સવ તા. 2/2 ને રવિવારના રોજ સવારે બગથળા ગામે રાખવામા આવેલ છે અને આ સમૂહલગ્નમા જોડાવા માટેના ફોર્મ ભરવા માટે તા. 7/11 થી 31/12  સુધી લેન્ડ માર્ક પ્લાઝા-૩ જો માળ મોમ્સ ઢોસાની બાજુમાં  સમયના ગેટની બાજુમાં શનાળા રોડ મોરબી શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિના કાર્યાલયે ભરવામાં આવશે અને ફોર્મ ભરવા માટે જન્મ તારીખનો આધાર/ ઓરીજનલ સ્કૂલ લિવિંગ સર્ટી અથવા જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ના ફોટા, વર કન્યાના માતા પિતાના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ દરેકની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવા સંસ્થાના પ્રમુખ ડો. મનુભાઈ કૈલા, ઉપપ્રમુખ મણીભાઈ સરડવા, જયંતિભાઈ પડસુંબિયા, જયંતિભાઈ વિડજા સહિતના હોદેદારોનો સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News