મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તા.૧૦ નવેમ્બરના એઈમ્સ રાજકોટના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન


SHARE













મોરબી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને ઓલ ઈન્ડિયા મેડીકલ સાયન્સીસ (AIIMS) રાજકોટના સહયોગથી મોરબીના નાગરિકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખતા મોરબી જિલ્લામાં સૌપ્રથમ વખત ફ્રી મેગા મેડીકલ કેમ્પનું વાંકાનેર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ મેડિકલ કેમ્પમાં એઈમ્સ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાંત વિવિધ ક્ષેત્રના તબીબો દ્વારા નિઃશુલ્ક નિદાન સાથે સેવા આપવામાં આવશે. આ ઉપરાંત મેડીસીન, હાડકાં, ફેફસાં, કાન, નાક, ગળા, કેન્સર, આંખ, બાળરોગ, સ્ત્રી રોગ, સર્જરી, ચામડી, એનેસ્થેસિયા અને દાંતના રોગોનું નિદાન, દવા વિતરણ, લેબોરેટરી રિપોર્ટ કરી આપવામાં આવશે. તેમજ કેમ્પમાં લેબોરેટરી તથા એક્સ-રે ની સુવિધા નિ:શુલ્ક ઉપલબ્ધ રહેશે અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તારીખ ૧૦ નવેમ્બરના રોજ સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે સવારના ૦૮:૦૦ બપોરના ૦૨:૦૦ કલાક સુધી કેમ્પ યોજાશે. તો આ સર્વરોગ નિદાન કેમ્પનો સર્વે નાગરિકોને બહોળા પ્રમાણમાં લાભ મેળવવા અંગે મોરબી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ.પ્રજાપતિ અને મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.ડી.બી.મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News