મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમશુદા વ્યક્તિની માહિતી આપવા અનુરોધ કરાયો


SHARE





























મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમ સુધા નં- ૦૬/૨૦૨૪ તા- ૦૧/૧૧/૨૦૨૪ના કામે ગુમ થનારી વ્યક્તિ કેકડીયાભાઈ ધુપસિંહ માવી જાતે આદિવાસી ઉંમર વર્ષ- ૩૭ ધંધો- મજુરી કામ, હાલનું રહેઠાણ લીલાપર ચોકડી પાસે તીર્થક પેપરમીલની બાજુમાં, મોરબી છે. તેનું મુળ રહેઠાણ પોચી આંબલી ડુંગર તા.ધાબરા જી.અલીરાજપુર વાળા ગત તારીખ ૧૫/૧૦/૨૦૨૪ ના સવારના આશરે ૧૦:૦૦ આસપાસ મોરબી તાલુકામાં લીલાપર ચોકડી પાસે તીર્થક પેપરમીલની સામે ભંગારના ડેલા પાસેથી કોઇને કંઇ કહયા વગર નીકળી ગયા છે.

 

તેઓ શરીરે ઘઉં વર્ણના છે અને તેઓ મધ્યમ બાંધાના છે. ઉંચાઈ આશરે સાડા પાંચ ફુટની છે. તેમના જમણા હાથે ચાંદીનું કડું પહેર્યું છે અને આંગળીમાં ચાંદીની વીંટી પહેરેલી છે. જમણા હાથ ઉપર તેમનું નામ "કેકડીયા" ત્રોફાવેલું છે. તેમણે આછા કાળા રંગનો શર્ટ તથા કાળા રંગનું પેન્ટ પહેરેલું છે અને ગળાના ભાગે લાલ કલરનો ખેસ નાંખેલો છે. પગમાં ચંપલ પહેરેલા છે.તેમ ફીરોઝભાઈ ઈબ્રાહીમભાઈ સુમરા, એ.એસ.આઈ., મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 















Latest News