મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ માળીયા (મી) નજીક બંધ પડેલા ટ્રકની પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનને આંખ, નાક અને જડબામાં મલ્ટીપલ ફેક્ચર મોરબી નજીક સિરામિક કારખાનામાં ફોર ક્લિપ મશીન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત: મોરબીમાંથી બાઈકની ચોરી મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ અને ટંકારના ધ્રુવનગર ગામે યુવાને કર્યો આપઘાત મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વિરાટનગર પાસે કારખાનામાં ઇલેક્ટ્રીક શોર્ટ લગતા યુવાનનું મોત


SHARE













મોરબીના વિરાટનગર પાસે કારખાનામાં ઇલેક્ટ્રીક શોર્ટ લગતા યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ વિરાટનગર નજીક કારખાનામાં કામગીરી દરમિયાન ઈલેક્ટ્રીક શોટ લાગતા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તે યુવાને મૃત જાહેર કર્યો હતો ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ વિરાટનગર પાસે રંગપર ગામની સીમમાં આવેલ સેરવેલ સિરામિક નામના કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો મંગલ ખંડીત (33) નામનો યુવાન કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી અમિતભાઈ તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ જે.બી.પરમાર ચલાવી રહ્યા છે

વરલી જુગાર

મોરબીમાં પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં મંદિર પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રાજેશભાઈ કેશુભાઈ ચૌહાણ (57) રહે. ફૂલીનગર હનુમાનજી મંદિર પાસે વીસીપરા મોરબી વાળો જુગારના આંકડા લેતા મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની પાસેથી 1,080 ની રોકડ કબજે કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News