મોરબી જિલ્લાના ૫૭૦૦ થી વધુ દિવ્યાંગોને એસ.ટી.બસમાં મફત મુસાફરીનો મળ્યો લાભ મોરબીમાં પતિ સામે ખોટા આક્ષેપો કરીને ભરણપોષણ માંગનાર પત્નિ કોર્ટે 10 હજારનો દંડ ફટકાર્યો મોરબીની સરકારી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપ કરવા માટે ખાસ વર્કશોપનું આયોજન હળવદના જુના દેવળિયા ગામે પીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીનો રેલ્વે સ્ટેશન રોડ આરસીસી-પેવર બ્લોકથી મઢવામાં આવે તેવી સામાજિક કાર્યકરોની માંગ વાંકાનેરના પાડધરા નજીકથી દારૂ ભારે ઇકો ગાડી સહિત એકની ધરપકડ: ચાર લાખનો મુદામાલ કબજે મોરબીમાં પિતા સાથે બાઈકમાં લાઈટ બિલ ભરવા જતા સમયે રસ્તામાં બાથરૂમ કરવા જાવ છું કહીને યુવાન ગુમ..! હળવદ તાલુકામાં ચરાડવા ગામે સરકારી યોજનાની જનજાગૃતિ માટે માહિતી ખાતાનો લોકડાયરો યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: અનુસૂચિત જાતિના લોકો ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ 1.20 લાખની સહાય મેળવી શકશે


SHARE



























મોરબી: અનુસૂચિત જાતિના લોકો ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ 1.20 લાખની સહાય મેળવી શકશે

અનુસૂચિત જાતિના લોકોને સરકાર દ્વારા ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પૂરા પાડવામાં આવે છે, ત્યારે વર્ષ 2024-25 દરમિયાન આ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસ પૂરા પાડવાનો સરકારનો હેતુ છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે 1.20 ત્રણ હપ્તામાં સહાય મળવાપાત્ર છે. જે અન્વયે નાણાકીય વર્ષ:-2024-25 દરમિયાન આ યોજનાનો લાભ મેળવતા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in/  ઉપર ઓનલાઇન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે. આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ ઓનલાઈન સબમીટ કરવાના રહેશે. વધુ માહિતી માટે રૂમ નં. 217,  સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, મોરબી ખાતે સંપર્ક કરવાનો રહેશે તેવું જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા પંચાયત મોરબીની યાદીમાં જણાવ્યું છે














Latest News