મોરબીની ભક્તિ નિકેતન સોસાયટીમાં ઘરમાં પાણીની ડોલ ભરતા સમયે ટાંકામાં પડી જવાથી વૃદ્ધાનું મોત
મોરબી તાલુકામાં વ્યાજે લીધેલ રૂપિયાની શિક્ષક પાસેથી પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોરની ધરપકડ, એકની શોધખોળ
SHARE
મોરબી તાલુકામાં વ્યાજે લીધેલ રૂપિયાની શિક્ષક પાસેથી પઠાણી ઉઘરાણી કરનાર બે વ્યાજખોરની ધરપકડ, એકની શોધખોળ
મોરબીના રાજપર ગામે રહેતા સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાનને ધંધામાં રૂપિયાની જરૂરિયાત હતી જેથી કરીને તેણે જુદા જુદા બે વ્યક્તિઓ પાસેથી 10 ટકા વ્યાજ લેખે 50 લાખ રૂપિયા લીધેલા હતા જે પૈસા પાછા ન આપી શકતા ત્રણ વ્યક્તિઓ દ્વારા ફરિયાદીના ઘરે આવીને રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરવામાં આવી હતી અને ફરિયાદી તથા તેના ભાઈને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં પોલીસે બે વ્યાજખોરની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
મોરબીના રાજપર ગામે રહેતા અને સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરેશભાઈ ઉર્ફે હિરેનભાઈ ગોરધનભાઈ વડગાસિયા (૩૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધર્મેન્દ્રભાઈ રાઠોડ રહે. મોરબી, ગોપાલભાઈ ગજેન્દ્રભાઈ ભટ્ટ રહે. વીરપર અને માલદેભાઈ બાબુભાઈ આહીર રહે. સાંકેત ઇન્ડિયા શોરૂમની પાછળ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ધર્મેન્દ્ર રાઠોડ પાસેથી 10 ટકા વ્યાજ લેખે તેણે 30 લાખ રૂપિયા લીધેલા હતા જ્યારે ગોપાલ ભટ્ટ પાસેથી તેણે 10 ટકા વ્યાજ લેખે 20 લાખ રૂપિયા લીધેલા હતા આમ આ બંને વ્યક્તિઓ પાસેથી વ્યાજે લીધેલા રૂપિયા ફરિયાદી યુવાન પાછા આપી ન શકતા ત્રણેય આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ફરિયાદી પાસેથી બળજબરીથી રૂપિયાની ઉઘરાણી કરી હતી અને ફરિયાદી યુવાન તથા તેના ભાઈ મનીષભાઈને મારી નાખવાની ધમકી આપી ગાળો આપેલ હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પીએસઆઈ ડી.ડી.જોગેલાએ આરોપી સુમિત ઉર્ફે ધામો બટુકભાઇ રાઠોડ (26) રહે. અશોકાલયના ઢાળ પાસે મોરબી અને ગોપાલભાઈ ઉર્ફે ગજેન્દ્રભાઈ પ્રતાપભાઈ ભટ્ટ (29) રહે. વીરપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ ચાલી રહી છે આ ગુનામાં હજુ એક આરોપી પકડવાનો બાકી છે તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે.