વાંકાનેરમાં સમસ્ત કોળી સમાજના ત્રીજા સમૂહલગ્નનું આયોજન: ફોર્મ સ્વીકારવાનું શરૂ
મોરબીના મહાસંઘ દ્વારા ધારાસભ્યો, માજી મંત્રી અને સાંસદનો જૂની પેન્શન યોજના લાગુ કરતાં આભાર વ્યક્ત કરાયો
SHARE








મોરબીના મહાસંઘ દ્વારા ધારાસભ્યો, માજી મંત્રી અને સાંસદનો જૂની પેન્શન યોજના લાગુ કરતાં આભાર વ્યક્ત કરાયો
ગુજરાતની સંવેદનશીલ સરકારની તા.6/10 ના રીજ કેબિનેટ બેઠકમાં 2005 પહેલાનાં કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો નિર્ણય લેવાયો છે જે બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ડૉ કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલ્લભાઈ પાનસેરિયા, ગુજરાત સરકારનાં પ્રવક્તા ઋષિકેશભાઈ પટેલ તથા મોરબી જિલ્લાના જન પ્રતિનિધિ તરીકે વખતોવખત ધારાસભ્યનો રજુઆતો કરેલ શિક્ષકોની રજુઆતો ધારાસભ્યના માધ્યમથી સરકાર સુધી પહોંચાડેલ હતી જેથી કરીને 63,000 જેટલા શિક્ષકો સહિત અન્ય કર્મચારીઓને જૂની પેંશન યોજના પુન:સ્થાપિત કરતો ઠરાવ બહાર પાડવા બદલ ગુજરાત સરકારનો ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો હતો. સહકાર અને મજબૂતી આપવા બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- મોરબી તમામ શિક્ષકો અને કર્મચારીઓ વતી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઈ સોમાણી, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને રાજ્ય સભાના સાંસદ કેશરિદેવસિંહ ઝાલા વિગેરેને આભાર પત્ર અર્પણ કરીને મોં મીઠા કરાવી ઋણ સ્વીકાર કર્યો હતો

