મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર ખાતે પુસ્તક પરબ યોજાયું


SHARE













વાંકાનેર ખાતે પુસ્તક પરબ યોજાયું

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં માતૃભાષા અભિયાન ટ્રસ્ટ અમદાવાદના સહયોગથી શિક્ષકો અને યુવકો દ્વારા દર મહિનાના પહેલા રવિવારે પુલ દરવાજા, સ્ટેચ્યુ પાસે, વાંકાનેર ખાતે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે. આ પુસ્તક પરબની ટીમના સભ્યો જિતેન્દ્રગિરિ ગોસ્વામી, જિતેન્દ્રભાઈ પાંચોટિયા, નરેન્દ્રભાઈ કાલરિયા, યજ્ઞેશભાઈ ભટ્ટ, અતુલભાઈ બુદ્ધદેવ, ડૉ.નવીનચંદ્ર સોલંકી, દર્શનાબેન જાની, હાર્દિકભાઈ સોલંકી અને ડૉ. ડાહ્યાલાલ પરબતાણી દ્વારા પુસ્તક પરબ યોજવામાં આવ્યું હતું. આ તકે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, વાંકાનેર તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસીયા સહિતના હાજર રહ્યા હતા અને પુસ્તક પરબ ટીમની કામગીરીને બિરદાવી હતી. ત્યારે અશોકભાઈ સતાસિયાએ નવા પુસ્તકો ખરીદવા પુસ્તક પરબને 1100 રૂપિયા ભેટ આપ્યા હતા. અને બ્રહ્માકુમારી પરિવારના સારિકા દીદી તરફથી 85, ગાયત્રી  મંદિર મહિલા મંડળના સભ્ય ઈલાબેન સચાણિયા તરફથી 25 પુસ્તકો ભેટ આપવામાં આવ્યા હતા.




Latest News