મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપી જેલ હવાલે હળવદમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 259 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીમાં નવનિર્મિત રોડની મુલાકાત લેતા ધારાસભ્ય મોરબીમાં ૩૧ ડિસેમ્બરના પીસી-પીએનડીટી એક્ટની સમીક્ષા બેઠક યોજાશે મોરબીમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ અન્વયે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરાશે કચ્છના સાંસદ દ્વારા પુર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિને સુશાસન  દિવસની ઉજવણી કરાઇ મોરબીમાં રહેતી ભૂમિ તોમરે સેંપક ટકરાવ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો મોરબીમાં જગતગુરુ રામાનંદાચાર્યની જન્મ જયંતીની ઉજવણી માટે મીટીંગનું આયોજન
Morbi Today

મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ ગંગાસ્વરૂપ માતાની દીકરીને ફ્રિજ, સાડી અને સોનાનો નાકનો દાણો અર્પણ કર્યો


SHARE













મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ ગંગાસ્વરૂપ માતાની દીકરીને ફ્રિજ, સાડી અને સોનાનો નાકનો દાણો અર્પણ કર્યો

મોરબીમાં સમાજમાં સહાયતા અને સહાનુભૂતિના ઉમદા ઉદ્દેશ સાથે કાર્યરત મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા કન્યાદાન પ્રોજેક્ટ અંતર્ગત એક ગંગાસ્વરૂપ માતાની દીકરીને નવા જીવનની શરૂઆત માટે અને એને મદદરૂપ થવા માટે LG નું ડબલડોર ફ્રિજ, 7 સાડીઓ અને સોનાનો નાકનો દાણો માનભેર ભેટરૂપે અર્પણ કર્યો હતો. આ તકે ખુશીની સાથે ભાવવિભોર દ્રશ્યો સર્જાય હતા અને આ સંસ્થાની બહેનોએ કન્યાદાન પ્રોજેક્ટ અંતર્ગત પોતાની સંસ્થાએ સહાયતા પૂરી પાડી તેમના લક્ષ અને હેતુ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવા સાથે ખુશી વ્યક્ત કરી હતી. મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા હાથ ધરાયેલો આ પ્રયત્ન નારી સશક્તિકરણ અને સામાજિક સમાનતાના ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.




Latest News