મોરબીના ગાંધીબાગમાં સ્વચ્છતા ઝુંબેશના ધજાગર થતાં હોવાની સીએમને રજૂઆત મોરબીમાં આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સિલિકોસિસ દર્દીઓ માટે ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો મોરબીમાં સોનલ બીજની કરાઈ ભવ્ય ઉજવણી મોરબી પાલિકા બિલ્ડિંગે મહાનગરપાલિકાનું બોર્ડ લાગ્યું મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ મીએ યોજાશે મોરબીના વિકાસ પાર્કમાં શ્યામ દરબારનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકા બનતા ઉદ્યોગકારો સહિતના લોકોનું મેટ્રો સિટી તરફનું સ્થળાંતર અટકશે, તૈયાર મિલકતોના ભાવમાં 30 થી 40 ટકા વધારો નિશ્ચિત મોરબી જિલ્લામાં દારૂની ચાર રેડ: 31 બોટલ દારૂ-20 બિયરના ટીન કબજે કરતી પોલીસે
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા નજીક કાર આઇસર સાથે અથડાતા યુવાનનું મોત, પત્ની અને બે સંતાનો સારવારમાં


SHARE















હળવદના કડીયાણા નજીક કાર આઇસર સાથે અથડાતા યુવાનનું મોત, પત્ની અને બે સંતાનો સારવારમાં

મોરબીના હળવદ રોડ ઉપર હળવદ તાલુકાના કડીયાણા ગામ પાસે ગત મોડીરાત્રીના અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં મોરબીથી ગુજરવદી ગામે માતાજીના માંડવામાં જઈ રહેલ પરિવારને અકસ્માત નડતા બનાવમાં યુવાનનું ગંભીર ઇજાઓ થવાથી મોત નિપજયુ છે અને તેના પત્ની અને બે સંતાનોને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી પ્રમાણે અકસ્માત એટલો ગોજારો હતો કે યુવાનને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી હતી.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા અમિતભાઈ ચૌહાણ ઉર્ફે લાલો  (ઉમર ૩૫) તથા તેમના પત્ની અને બે સંતાનો અર્ટીકા કાર નંબર જીજે ૩૬ એએલ ૪૮૪૮ માં ગતરાત્રિના મોરબીથી ગુજરવદી ગામ જવા માટે નીકળ્યા હતા.ત્યાં માતાજીનો માંડવો હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.દરમ્યાનમાં તેઓની અર્ટીકા કાર હળવદ તાલુકાના કડીયાણા ગામના બસ સ્ટેશન પાસે વળાંકમાં આઇસર નંબર જીજે ૩૬ ટી ૭૫૭૮ ની સાથે અથડાઈ હતી અને આ અકસ્માત એટલો ગોઝારો હતો કે ઇજા પામેલ યુવાનને બહાર કાઢવા માટે ત્યાં યુવાનો એકત્ર થયા હતા અને તેઓ દ્વારા જેસીબીની મદદ લેવી પડી હતી.બાદમાં યુવાને બહાર કાઢીને મોરબીના ચરાડવા ગામે આવેલ પીએચસી ખાતે લઈ ગયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને અમિતભાઇને વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અમિતભાઈ ચૌહાણ નામના મોરબીના યુવાનનું મોત નિપજયુ હતું.મૃતકના પત્ની તથા બે સંતાનોને હાલ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા છે.બનાવને પગલે મોરબી પોલીસ દ્વારા આ ઘટના અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા હાલ હળવદ પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાનનું મોત

મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઇવે માટેલ રોડ ઉપર આવેલ સ્પોલો સિરામિક નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા અભિષેકભાઈ મનોજભાઈ જૈન નામના ૩૦ વર્ષના યુવાનનું તેના લેબર ક્વાર્ટર ખાતે બીમારી સબબ મોત થયુ હતુ અને મોડીરાત્રીના તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.મોરબી પોલીસ દ્વારા આ બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરવામાં આવી હતી.

વૃદ્ધા સારવારમાં

માળિયા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા જાદવ મણીબેન રામજીભાઈ (૭૩) બાઇકમાં બેઠા હતા અને કોઈ કારણોસર તેઓ બાઈકમાંથી નીચે પડી જતા તેમને ઈજા થઇ હોવાથી તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની જાણ કરતાં પોલીસે બનાવ નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

હળવદમાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ જીન પાસે રહેતા પરમાર દીપકભાઈ (૨૭) નામનો યુવાનને બાઈક લઈને જતો હતો ત્યારે કૂતરું તેના બાઈકની આડે આવ્યું હતું જેથી બાઇક સ્લીપ થયું હતું અને યુવાનને ઇજા થતાં સારવાર માટે મોરબી લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News