મોરબી પેપર મિલ્સ એસો.ની જીએમડીસી સમક્ષ મુશ્કેલીના સમયમાં લિગ્નાઈટના ભાવમાં સ્થિરતા જાળવવાની માંગ મોરબી મનપાની હદમાં વાડી વિસ્તારમાં ડ્રેનેજ અને પાણીની લાઈન માટેની કામગીરી પ્રગતિ હેઠળ મોરબી મનપાની એસ્ટેટ શાખા એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા મોરબી જીલ્લા ભાજપના મહામંત્રી તપનભાઇ દવેનું હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા કરાયુ સન્માન મોરબીના 108 બાકીદારોની મિલકતને સીલ કરતુ મહાનગરપાલિકા: મકાનનો વેરો ન ભરનારા 2 આસામીઓના નળ કનેક્શન કટ ગુજરાતમાં દારૂબંધીને ધજાગરા !: મોરબીના આંદરણા ગામે સરકારી શાળામાં શિક્ષક નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા ઝડપાયો, ક્લાસરૂમમાંથી દારૂની અડધી બોટલ મળી મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે તળાવ નજીકથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો મોરબી માળિયા હાઇવે રોડ ઉપરથી પસાર થતી કારમાં આગ લાગતા કાર બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબીના યુવાનને અમદાવાદ એસઓજી ઉપાડી ગઈ, તપાસ શરૂ


SHARE













મોરબીના યુવાનને અમદાવાદ એસઓજી ઉપાડી ગઈ, તપાસ શરૂ

મોરબી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ એસઓજીનો સ્ટાફ મોરબી આવ્યો હતો અને ત્યાં નોંધાયેલા ગુનામાં તપાસ માટે મોરબીથી એક ઇસમને ઉપાડી લેવામાં આવ્યો હોય અને આગળની તપાસ શરૂ હોવાનું જાણવા મળેલ છે.વધુમાં મળતી માહિતી પ્રમાણે અમદાવાદ એસઓજીના અજીતદાન ગઢવી તથા સ્ટાફ મોરબી આવ્યો હતો અને ત્યાં અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રાસાયણિક ખાતર નિયંત્રણ ધારા હેઠળની કલમો તથા આવશ્ય ચીજ વસ્તુ ધારા હેઠળની કલમો હેઠળ નોંધાયેલ ગુનામાં તપાસના કામે મોરબીમાંથી મનસુખભાઈ લક્ષ્મણભાઈ ટોડીયા ભરવાડ (૨૯) રહે. નવલખી ફાટક પાસે સેન્ટ મેરી સ્કૂલ નજીક મોરબી વાળાને હાલ રાઉન્ડ અપ કરીને તપાસ માટે સાથે લઈ ગયેલ છે અને તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાય છે.તેમ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.

વૃદ્ધ સારવારમાં

હળવદ તાલુકાના ધુળકોટ ગામે રહેતા મહેન્દ્રસિંહ જાડેજા (54) નામના આધેડ વાડીએથી ઘર તરફ ચાલીને આવતા હતા દરમિયાન ધુળકોટ ગામ નજીક કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેઓને લેતા અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને પોલીસને આ બનાવની જાણ કરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે રહેતા સુરેશભાઈ નાયકા (45) નામનો યુવાન મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ કડીયાણા ગામ પાસેથી જતો હતો ત્યારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં તેને ઈજા થવાથી તેને સારવારમાં મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી છે.

વૃદ્ધા સારવારમાં

ધ્રોલના રહેવાસી ઇન્દિરાબા નિર્મલસિંહ જાડેજા નામના ૭૭ વર્ષના વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા.ત્યારે રાજકોટ હાઇવે ઉપર ધ્રોલ નજીક તેઓ બાઈકમાંથી નીચે પડી જતા સારવાર માટે મોરબીની સિવિલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના કવાડિયા ગામે રહેતા શંકરભાઈ સામાભાઈ દેવીપુજક (૮૧) તથા નાગજીભાઈ શંકરભાઈ દેવીપુજક (૩૦) નામના પિતા-પુત્રને કોઈલી ગામના પાટીયા પાસે અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી હળવદ ખાતે પ્રાથમિક સારવાર બાદ બંનેને મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

સાપ કરડી જતાં સારવારમાં

મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સન વર્લ્ડ વિટ્રીફાઇડ નામના યુનિટમાં કામ દરમિયાન સાપ કરડી જતા અરવિંદ રાજુભાઈ ઠાકોર નામના ૨૦ વર્ષના યુવાનને સિવિલે સારવાર માટે લવાયો હતો.તેમજ ત્યાં જ રહેતા બહાદુરસિંહ રતનસિંહ ઠાકોર (ઉમર ૨૦) નામના યુવાનને પણ કામ દરમિયાન સાપ કરડી જતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના પીપળી ગામની સીમમાં દયાલજીભાઈની વાડીએ ઝેરી જનાવર કરડી જતા વિનાબેન ઉમેશભાઈ રાઠવા કોળી (૨૯) રહે.કાંતિપુર તા.મોરબી ને પણ સિવિલ ખાતે સારવાર માટે લવાયા હતા






Latest News