મોરબીમાં કુબેર ટોકીઝ પાસે વાહનને બ્રેક કરતાની સાથે ધડાધડ ચાર વાહનો એકબીજા સાથે અથડાયા, કોઈ જાનહાની નહીં મોરબીના શક્તિ ચોક પાસે મંદિરના પટાંગણમાંથી માંસના અવશેષો મળી આવતા હિન્દુ સંગઠનો-સમાજમાં રોષની લાગણી મોરબીના બેલા (આમરણ) ગામે આધેડ દંપતી સારવારમાં મોરબીની સજનપર શાળામાં દાતાએ ૪૫ બાકડા મુકાવ્યા મોરબી નજીક બાઇક સહિત પિતા-પૂત્રને કચડી નાખનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો બે દિવસમાં ટ્રાફિક શાખાનું તાંડવ: મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા-ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં ડમ્પર સહિત કુલ 41 વાહનો ડિટેન ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સ 24,500ની રોકડ સાથે પકડાયા મોરબીના પીપળી રોડ પર આવેલા વેરહાઉસમાંથી 4 તરુણ શ્રમયોગીઓને તંત્રએ મુક્ત કરાવ્યા
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓના હક્ક માટે કોંગ્રેસ આંદોલન કરવા તૈયાર


SHARE







































મોરબી સિવિલમાં કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓના હક્ક માટે કોંગ્રેસ આંદોલન કરવા તૈયાર

મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને અન્ય હોદેદારો દ્વારા સિવિલમાં કામ કરતાં વર્ગ ૩-૪ નાં કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓની સાથે ચર્ચા કરીને તેનો પ્રશ્નો જાણ્યા હતા જેમાં તેઓને વર્ષે મળતી ૨૪ હક્ક રજાઓનાં પૈસા મળવા પાત્ર છે એ કોન્ટ્રાકટ એજન્સીઓ દ્વારા ચાલુ વર્ષે કર્મચારીઓને આપવામાં આવેલ નથી જેથી કરીને તે પૈસા તાત્કાલીક અસરથી ચુકવવામાં આવે તે માટેની મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે સીવીલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રદીપ દુધરેજીયાને રજુઆત કરી હતી અને આ કર્મચારીઓનું શોષણ ન થાય અને તેઓને તેમનાં હક મળે તેનાં માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી દિવસોમાં તમામ પ્રકારની લડત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
















Latest News