મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ અને પાટીદાર વુમન્સ ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી ૩૩મી બળવંતરાય મહેતા આંતર જિલ્લા પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબીનો ક્વાટર ફાઇનલમાં પ્રવેશ મોરબીમાં વૃદ્ધની હત્યના ગુનામાં 4 આરોપીની ધરપકડ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઈ મોરબી મહાપાલિકા દ્વારા સંચાલિત પુસ્તકાલયમાં નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ થશે મોરબી મહાપાલિકા દ્વારા શહેરની ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝળહળશે મોરબી OSEM CBSE સ્કુલ ખાતે મોડેલ યુથ પાર્લામેન્ટ યોજાઈ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાતના 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જની નિમણૂંક કરાઇ મોરબીમાં શ્રીકુંજ ચોકડીથી સરસ્વત સોસાયટી સુધીમાં નવી પાણીની પાઈપલાઈન નાખવાનું કામ ૫૦ ટકા પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ  દ્વારા જિલ્લા પંચાયત ખાતે જૂની પેન્શન યોજનાનો ઠરાવ થવા બદલ  ઉજવણી કરાઇ


SHARE















મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ  દ્વારા જિલ્લા પંચાયત ખાતે જૂની પેન્શન યોજનાનો ઠરાવ થવા બદલ  ઉજવણી કરાઇ

ગુજરાત સરકાર દ્વારા તા 8/11 ના રોજ 2005 પહેલાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે "જૂની પેન્શન યોજના"નો ઠરાવ કરવામાં આવેલ છે જેથી રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ જિલ્લા કક્ષાએ 2005 પહેલાના શિક્ષકો માટે ગુજરાત સરકાર દ્વારા  "જૂની પેન્શન યોજના"નો ઠરાવ થવા બદલ ઉજવણી કરવામાં આવી હતી

મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે ગઈકાલે તા 11 ને સોમવારના રોજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, વાંકાનેર, માળિયા, હળવદ, ટંકારા, મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ, એચ.ટાટ. શિક્ષક સંઘ, નોપ્રુફ NOPRUF મોરબી જિલ્લા સંગઠન દ્વારા મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને આનંદની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યાધ્યક્ષ નરેન્દ્રભાઈ શામજીભાઈ કાલરિયા, સિનિયર ઉપપ્રમુખ અજયભાઈ ડાંગર, જિલ્લા કાર્યાધ્યક્ષ દેવરાજભાઈ રબારી, મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ બાબુભાઈ હુંબલ, મહામંત્રી મુશ્તાકભાઈ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ભગવાનજીભાઈ કુંભારવાડિયા, મહામંત્રી વિશાલભાઈ ગોધાણી, એચ.ટાટ શિક્ષક સંઘના પ્રમુખ વિનોદભાઈ ગોધાણી, મહામંત્રી મુકેશભાઈ મારવાણિયા, એચ. ટાટ. આગેવાન અશ્વિનભાઈ રાઠોડ, માળિયા તાલુકાના મહામંત્રી હસુભાઈ વરસડા, હળવદ તાલુકાના મહામંત્રી ચતુરભાઈ પાટડિયા, મોરબી શહેરના પ્રમુખ દેવાયતભાઈ હેરભા, મહામંત્રી ચમનભાઈ ડાભી, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હિરેનભાઈ કુંડારિયા, મહામંત્રી કાનજીભાઈ રાઠોડ, ટંકારા તાલુકાના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપ પ્રમુખ વિજયભાઈ કાનગડ, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી નજરુદ્દીનભાઈ માથકિયાસિનિયર કાર્યાધ્યક્ષ અબ્દુલ રહીમ બાવરા, કોપ સદસ્ય નરેન્દ્ર મણિલાલ કાલરિયા, કોપ સદસ્ય અબ્દુલભાઈ શેરસિયા, સંઘ સદસ્ય નિઝામુદ્દીન શેરસિયા તથા મોરબી જિલ્લાના શિક્ષકો હાજર રહ્યા હતા અને ડીડીઓ જે.એસ.પ્રજાપતિ તથા ડીપીઇઓ શ્રીમતી નમ્રતાબેનને મીઠાઈ ખવડાવી હતી. ત્યાં બાદ આતિશબાજી પણ કરવામાં આવી હતી.






Latest News