મોરબીમાં ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા આપીને ઉત્તરાયણની ઉજવણી કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ ટંકારાના વાઘગઢ ગામે શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ-જિલ્લા કારોબારીની બેઠક યોજાઈ મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો પચ્ચીસમો વાર્ષિક સમારોહ સંપન્ન મોરબી: રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સીરામીક સેમિનારમાં ૧૪૬૦ કરોડના એમઓયુ સંપન્ન મોરબીમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યાલય ખાતે સ્વાવલંબન આયામ અંતર્ગત બહેનોને પ્રમાણપત્ર અર્પણ વાંકાનેરના દેરાળા ગામમાં રક્તદાન કેમ્પ યોજાયો મોરબીમાં લાયન્સ કલબ સીટી દ્વારા ઉકાળાનું વિતરણ વાંકાનેર નજીક સિરામિક કારખાનાની મશીનરીમાં તોડફોડ કરવાના ગુનામાં પૂર્વ કોન્ટ્રાકટર સહિત 10 આરોપીઓની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના 12 ગામમાં VCE ની જગ્યા ભરવા અરજીઓ મંગાવાઈ


SHARE













હળવદના 12 ગામમાં VCE ની જગ્યા ભરવા અરજીઓ મંગાવાઈ

મોરબી જિલ્લા પંચાયાત હેઠળનાં હળવદ તાલુકા પંચાયતમાં ઈ-ગ્રામ પંચાયતનાં સફળ સંચાલન અર્થે તલાટી-કમ-મંત્રીનાં સહાયક તરીકે ગામમાં ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) ની સેવાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપનાં ધોરણે ઈ-ગ્રામ પંચાયત ખાતે મેળવવા માટેની ભરતી હેઠળ 12 ગ્રામ પંચાયતમાં ખાલી રહેલ ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) ની જગ્યાઓ પર કમિશન આધારિત મહેનતાણાથી ભરતી કરવાની થાય છે.

હળવદ તાલુકાના ધુળકોટ, ઇસનપુર, કેદારીયા, માણેકવાડા, ચંદ્રગઢ, નવા અમરાપર, રાતાભે, કડીયાણા, નવા ઘનશ્યામગઢ, નવા દેવળીયા, ખોડ, દીઘડીયા એમ 12 ગામમાં VCE તરીકે કામ કરતા માંગતા ઉમેદવારોએ અરજી ફોર્મ જે-તે ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી પાસે જમા કરાવવાનું રહેશે. અને 10 પાસ તેમજ કોમ્પ્યુટર અંગેની જાણકારી (CCC) ની લાયકાત ધરાવતા ઉમેદવારોએ 7 દિવસમાં અરજી કરવાની રહેશે. ગ્રામ કોમ્પ્યુટર સાહસિક ભરતીની અરજી અંગેની માર્ગદર્શિકા અને ફોર્મ મેળવવા માટે https://morbidp.gujarat.gov.in/ આ લિંક પરથી મેળવી લેવી તેવું નાયબ જિલ્લા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News