મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૫૭૦૦ થી વધુ દિવ્યાંગોને એસ.ટી.બસમાં મફત મુસાફરીનો મળ્યો લાભ


SHARE













મોરબી જિલ્લાના ૫૭૦૦ થી વધુ દિવ્યાંગોને એસ.ટી.બસમાં મફત મુસાફરીનો મળ્યો લાભ

રાજ્ય સરકારના માર્ગદર્શન તળે સંચાલિત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગર દ્વારા દિવ્યાંગ નાગરિકો માટે વિવિધ પ્રકારની સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ લેખ સિરીઝમાં આજે આપણે દિવ્યાંગોને મળવાપાત્ર એસ.ટી.બસમાં મફત મુસાફરી માટેની સહાય વિશે જાણકારી મેળવીશું..

આ યોજનાનો લાભ કોને- કોને મળી શકે છે તેની માહિતી આપતા અધિકારી જણાવ્યુ છે કે, દિવ્યાંગ વ્યકિત કે જેઓ ૪૦ % કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા હોય, ૮૦ % થી વધુ મુકબધિરપણું ધરાવતી વ્યક્તિ, ૮૦ % થી વધુ દ્રષ્ટિવિષયક વિકલાંગતા ધરાવતી વ્યકિત, ૭૦ % કે તેથી ઓછો બુદ્ધિઆંક ધરાવતી મંદબુધ્ધિવાળી વ્યક્તિ, એવા દિવ્યાંગ નાગરિકો કે જેઓ ગુજરાત રાજયમાં કાયમી વસવાટ કરતા હોય તેને લાભ મળી શકે છે અને આ યોજના હેઠળ કયા કયા પ્રકારના લાભ મળી શકે તેની માહિતી આપતા જણાવ્યુ હતું કે, દિવ્યાંગ વ્યક્તિને રાજ્ય સરકારના એસ.ટી. નિગમની ગુર્જર નગરી, લકઝરી અને વોલ્વો સહિત તમામ પ્રકારની બસમાં ગુજરાતની હદમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળી શકે છે. અને ૨૧ પ્રકારની વિવિધ વિકલાંગતા ધરાવતા દિવ્યાંગ નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે.

આ યોજનાનો લાભ લેવા માટે અરજીપત્રક સાથે જે તે વિભાગના નિષ્ણાંત તબીબ કે સિવિલ સર્જનનું વિકલાંગતાની ટકાવારી અને આઈ.કયુ. દર્શાવતા પ્રમાણપત્ર, ૨ નંગ પોસ્ટકાર્ડ સાઈઝના ફોટોઝ, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ અને રેશનકાર્ડની પ્રમાણિત નકલ, ઉંમરનો આધાર કે જન્મ તારીખનો દાખલો કે શાળા છોડયાનું પ્રમાણપત્ર અને બ્લડ ગ્રુપનો દાખલો રાખવાનો હોય છે અને         આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે નજીકના જનસેવા કેન્દ્ર, ગ્રામ પંચાયતનો સંપર્ક સાધી શકાય છે. તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, ભોંયતળિયે, રૂમ નંબર ૫ થી ૯, સો- ઓરડી વિસ્તાર, શોભેશ્વર રોડ- મોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાય છે. તેમજ અત્રેની કચેરીના ફોન નંબર ૦૨૮૨૨- ૨૪૨૫૩૩ પરથી માહિતી મેળવી શકાય છે. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ નકલ સાચવી રાખવી જોઈએ. અને આજ સુધીમાં મોરબી જીલ્લામાં ૫૭૦૦ થી વધુ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. તેમજ વર્ષ ૨૦૨૪ દરમિયાન ૪૦૦ થી વધુ લાભાર્થીઓને ઉક્ત યોજનાનો લાભ મળ્યો છે.




Latest News