ફોરેસ્ટ વિભાગના અધિકારીને ધમકી મળ્યા ખાણ ખનીજ વિભાગ દોડતો !: વાંકાનેરના લૂણસર પાસેથી એક્સકેવેટર મશીન કબજે કર્યું
SHARE
ફોરેસ્ટ વિભાગના અધિકારીને ધમકી મળ્યા ખાણ ખનીજ વિભાગ દોડતો !: વાંકાનેરના લૂણસર પાસેથી એક્સકેવેટર મશીન કબજે કર્યું
મોરબી જિલ્લા ખાણખનિજ વિભાગની ટીમે ધોળાકુવા વિસ્તારમાં રેડ કરી હતી ત્યારે સેન્ડસ્ટોન ખનીજનું ખોદકામ કરવા ગેરકાયદે કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને એક્સકેવેટર મશીન કબજે કર્યું હતું અને તેના બે સંચાલક પાસેથી દંડ વસૂલ કરવા માટેની કવાયત હાથ ધરી છે
વાંકાનેર તાલુકાનાં ધોળાકુવા વિસ્તારમાંગેસકાયદે ખનીજ ચોરી કરવામાં આવતી હતી ત્યારે ફોરેસ્ટ વિભાગના અધિકારીએ ત્યાં જઈને ડમ્પરને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેણે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જે અંગેની તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાયેલ છે અને ત્યાર બાદ મોરબી જિલ્લાના ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની સૂચના મુજબ ખનીજચોરી અટકાયત માટે તે વિસ્તારની ટિમ ત્યાં પહોચી હતી ત્યારે ધોળાકુવા વિસ્તારમાં SANY કંપનીનું એક્સકેવેટર મશીન નંબર જેના નં. 20SE21A0100661 ને સેન્ડ સ્ટોન ખનીજનાં ગેરકાયદેસર ખોદકામ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી ખોદકામ કરાવનાર ઈસમની તપાસ કરતાં એક્સકેવેટર મશીનનાં બે સંચાલક રમેશભાઈ જાલાભાઈ ગમારા રહે. લુણસર અને ગોપાલભાઈ ગેલાભાઇ ધ્રાંગીયા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મશીનને ગેરકાયદે સેન્ડસ્ટોન ખનીજનું ખોદકામ કરવા બદલ સ્થળ ઉપરથી સીઝ કર્યું હતું અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને નિયમોનુસારની કાર્યવાહી કરીને દંડ વસૂલવા માટેનું કામ કરવામાં આવ્યું છે.