ખનીજ ચોર બેફામ: વાંકાનેરના લૂણસર પાસે ડમ્પર રોકવા ગયેલ વનરક્ષક સહિત બે વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી
SHARE
ખનીજ ચોર બેફામ: વાંકાનેરના લૂણસર પાસે ડમ્પર રોકવા ગયેલ વનરક્ષક સહિત બે વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી
વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ધોળાકુવા વિસ્તારમાં ફોરેસ્ટ વિભાગના વનરક્ષક દ્વારા આઇવા ડમ્પરને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે ડમ્પર ચાલકે સરકારી કર્મચારીને મારી નાખવાના બેફિકરાયથી પોતાનું ડમ્પર ચલાવ્યું હતું અને ડમ્પર લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપનારા ત્રણ શખ્સની સામે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરના વીડી જાંબુડીયા ફોરેસ્ટ ક્વાર્ટરમાં રહેતા અને વનરક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ હીરાભાઈ સોલંકી (28)એ હાલમાં રમેશભાઈ ઝાલાભાઇ ગમારા રહે. ધોળાકુવા લુણસર, આઇવા ડમ્પર નંબર જીજે 13 એએક્સ 6357 નો ચાલક તથા બાઇક નંબર જીજે 36 એએન 2664 નો ચાલક આમ કુલ ત્રણ વ્યક્તિની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ધોળાકુવા વિસ્તારમાં આઇવા ડમ્પર ચાલક પુર ઝડપે પોતાનું વાહન લઈને નીકળતા તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સરકારી કર્મચારી ઉપર ડમ્પર ચડાવી દેવાનો પ્રાયાસ કરવામાં આવ્યો હતો અને આઈવા ડમ્પર લઈને આરોપી નાશી ગયો હતો. જોકે રમેશભાઈ ગમારા અને બાઈક ઉપર આવેલા શખ્સે ફરિયાદી તથા રાહુલ વાંકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને સરકારી કર્મચારી દ્વારા ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.કે. સોધમ ચલાવી રહ્યા છે.