મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત મોરબીમાં પાણીની લાઈન માટે ખાડો ખોદવાનો ઝઘડો-એટ્રોસીટીના ગુના નવ સામે કાર્યવાહી મોરબીમાં પાલિકાની ટીપી શાખાએ કર્યું મંદિરનું ડીમોલેશન, લોકોમાં રોષ ગુજરાતમાં અફીણની ખેતીની મંજૂરી આપવા મોરબીમાં રહેતા આગેવાને કરી સીએમને રજૂઆત મોરબીમાં પુત્રીના જન્મ દિવસની અનોખી ઉજવણી મોરબીમાં વૃદ્ધની 50 લાખની કિંમતની જમીન ઉપર દબાણ કરીને ખેતી કરનારા બંને આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના વીરપરથી મુસાફરોને લઈને મોરબી આવતી રિક્ષાને કાર ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત: એક મુસાફરનો જીવ બચાવવા પગ કાપવો પડ્યો


SHARE





























ટંકારાના વીરપરથી મુસાફરોને લઈને મોરબી આવતી રિક્ષાને કાર ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત: એક મુસાફરનો જીવ બચાવવા પગ કાપવો પડ્યો

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ નજીકથી બે મુસાફરને બેસાડીને રિક્ષા ચાલક મોરબીના નવા બસ સ્ટેશને આવી રહ્યો હતો ત્યારે સીએનજી રીક્ષાને કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને રીક્ષા રોડ સાઈડમાં લગાવેલ લોખંડ પતરાના ડિવાઈડર સાથે અથડાતા રીક્ષા ચાલકને માથામાં તથા પગે ગંભીર ઇજા થયેલ હતો તેમજ રિક્ષામાં બેઠેલા બે મુસાફરોને પણ ઇજા થઈ હોય એક મુસાફરનો પગ કાપવો પડ્યો હતો અને અકસ્માત સર્જીને કાર ચાલક પોતાની કાર લઈને નાસી છૂટ્યો હતો જેથી હાલમાં રીક્ષા ચાલકે સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા અને સીએનજી રીક્ષા ચલાવતા રણજીતભાઈ ગણેશભાઈ ડાભી (37)એ હાલમાં અજાણી સફેદ કલરની કારના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, તેઓ વીરપર ગામેથી પોતાની રિક્ષામાં બે મુસાફરને બેસાડીને મોરબીના નવા બસ સ્ટેશને આવી રહ્યા હતા ત્યારે વીરપર ગામ પાસે તેઓની સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 2170 ને પાછળના ભાગથી અજાણી ફોર વ્હીલ સફેદ કારના ચાલકે ટક્કર મારી હતી જેથી રીક્ષા રોડ સાઈડમાં લગાવેલ લોખંડ પતરાના ડિવાઈડરમાં ધડાકાભેર અથડાઈ હતી જેથી ફરિયાદીને માથાના ભાગે તથા ડાબા પગના ઢીંચણમાં ફેક્ચર જેવી ઇજા થઈ હતી તેમજ રિક્ષામાં બેઠેલા બે મુસાફરોને પણ ગંભીર ઈજાઓ થઈ હતી જે પૈકીના દેવગઢ બારિયાના રહેવાસી દિલિપ (29) નામના યુવાનને પગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી જમણો પગ કાપવો પડ્યો હતો જ્યારે બીજા મુસાફરને માથા, પગ તથા શરીરે ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે હાલમાં સારવાર લીધા બાદ રીક્ષા ચાલક યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કારના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

સ્કૂટર સ્લીપ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો સાજીદ કાદરભાઈ લધાણી નામનો યુવાન એક્ટિવા લઈને વીસીપરામાંથી નગર દરવાજા બાજુ આવી રહ્યો હતો ત્યારે કેશવાનંદ બાપુના મંદિર પાસે એક્ટિવા આડે કૂતરું આવ્યું હતું જેથી એકટીવા સ્લીપ થઈ જતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી છે.
















Latest News