મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ડાંગર પરિવાર મોરબીના જૂના ઘૂટું રોડે કાર સાથે કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં વાંકાનેરના પાંચદ્વારકા ગામ પાસે શાળાએથી ઘરે જતી બાળકીને કેરી વાહનના ચાલકે હડફેટે લેતા અકસ્માત વાંકાનેરના સરતાનપર ગામ નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ
Breaking news
Morbi Today

હળવદમાં ઘરમાં આવેલ પાણીના ટાંકામાં ડૂબી જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત


SHARE









હળવદમાં ઘરમાં આવેલ પાણીના ટાંકામાં ડૂબી જવાથી ત્રણ વર્ષની બાળકીનું મોત

હળવદમાં આવેલ હરિ દર્શન સોસાયટીમાં રહેતા યુવાનની ત્રણ વર્ષની દીકરી કોઈ કારણોસર ઘરમાં આવેલ પાણીના ટાંકામાં ડૂબી ગયેલ હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલો ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં રાણેકપર રોડ ઉપર આવેલ હરીદર્શન સોસાયટીમાં રહેતા મુકેશભાઈ ઉઘરેજાની ત્રણ વર્ષની દીકરી દિક્ષિતા પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર તે ઘરની અંદર આવેલ પાણીના ટાંકામાં ડૂબી ગઈ હતી જેથી પાણીમાં ડૂબી જવાના કારણે તે બાળકીનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધનું મોત

મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા અમૃતલાલ બેચરભાઈ ગોપાણી ઉંમર વર્ષ 65 નામના વૃદ્ધને બીમારી મોરબીમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે કચરોમાં આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ડોક્ટરે ત્યારે મૃત જાહેર કર્યા બાદ આ બધા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકો પોલીસે જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના માણેકવાડા ગામે રહેતા છબીબેન પરષોત્તમભાઈ છનિયારા (60) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને ગામમાં આવેલ હનુમાનજીના મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે ત્યાં બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જેમાં મહિલાને ઇજા થતાં સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

માર માર્યો

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી પાસે રહેતા ભરત સાગરભાઇ મકવાણા (30) નામના યુવાનને ભીમસર ચોકડી પુલિયા પાસે મુકેશ તથા એક અજાણ્યા ઈસમે લાકડી વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.




Latest News