વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને બે શખ્સોએ પાઇપ વડે માર માર્યો, ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE













મોરબીમાં યુવાનને બે શખ્સોએ પાઇપ વડે માર માર્યો, ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા યુવાનને બે શખ્સો દ્વારા પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને માથામાં ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા આરીફ અબ્દુલભાઈ મોવર (23) નામના યુવાનને અલ્તાફ અબ્દુલભાઈ મોવર તથા હનીફ જેડા નામના બે વ્યક્તિઓ દ્વારા પાઇપ વડે માથામાં માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી અને યુવાનને કયા કારણોસર માર માર્યો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે

મહિલા સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે વેલનાથ ચોક પાસે રહેતા માહીબેન રમેશભાઈ સુરેલા (32) નામની મહિલાને પાડોશી સાથે બોલાચાલી અને મારામારી થઈ હતી જેમાં ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News